ગણેશ ચતુર્થીના દિવસે અકસ્માત બાદ 10 દિવસે તોડ્યો દમ, એકની એક દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

Published on Trishul News at 3:34 PM, Fri, 29 September 2023

Last modified on September 29th, 2023 at 3:38 PM

Youth dies in Surat: સુરતમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈને આવતી આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું(Youth dies in Surat) 10 દિવસની સારવાર પછી તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે એકની એક દીકરીએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

મૃતક વેલ્ડીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય ટિંકુ અવતાર સિંગ પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને પોતાની એક 4 વર્ષની દીકરી છે. ટિંકું વેલ્ડીંગ કામ કરીપોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ટિંકુના લગ્નને 6 વર્ષ પહેલા થયા હતા. માતા-પિતા અને ભાઈઓ સાથે સુરતમાં ઘણા વર્ષોથી રહેતો હતો.

માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી
તારીખ 17મીના રોજ ટિંકુ કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક જ આવેલા વેલકમ પાન સેન્ટર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા સમયે અચાનક ટિંકુ ટેમ્પા પરથી નીચે પટકાયો હતો. માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પોહાચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

એકની એક દીકરી પિતાની છત્રછાયા ગુમાવી
ટિંકુને માથાના પાછળના ભાગે ગંભીર પ્રમાણમાં ઇજા થઇ હોવાના કારણે તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યો હતો. ટિંકુ 10 દિવસ મોત સામે લડ્યો હતો. જોકે, આખરે તેને દમ તોડી દીધો હતો. વિસર્જનના દિવસે મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે ટિંકુના મોતના પગલે એકની એક દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

Be the first to comment on "ગણેશ ચતુર્થીના દિવસે અકસ્માત બાદ 10 દિવસે તોડ્યો દમ, એકની એક દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા"

Leave a comment

Your email address will not be published.


*