‘પોલીસ, કોર્ટ, મામલતદારે કઈ ન કર્યું એટલે મારે….’ કાળજું કંપાવી દેતી સુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

બનાસકાંઠા(ગુજરાત): એક તરફ ગુજરાત(Gujarat) સરકાર રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. ત્યારે બીજી તરફ છેડતીના કારણે દીકરીએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આ ઘટના જોઈને લાગે છે કે, ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. કારણ કે 10 દિવસ પહેલા બનાસકાંઠા(Banaskantha)માં ભાભર(Bhabhar)ના ભાજપના નેતા રાધે ઈન્ટરનેશનલ સ્કૂલ(Radhe International School)ની વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ(Suicide note) લખીને આત્મહત્યા કરી હતી.

11મા ધોરણની વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો આ કિસ્સો હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે વિદ્યાર્થીના મૃત્યુના 10 દિવસ બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. પરિવારજનોએ દાવો કર્યો હતો કે, પોલીસ દ્વારા સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, 10 દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની દ્વારા સુસાઇડ નોટ લખીને આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ પણ કરવામ આવ્યો હતો. આ સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસ દ્વારા આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી.

આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગા દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’

આ સ્કૂલ એક ભાજપ નેતાની છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે, શું ભાજપના નેતાની સ્કૂલ હોય તો ફરિયાદ નહીં લેવાની? ભાજપના નેતાની સ્કૂલ હોય અને એ સ્કૂલમાં આ પ્રકારની જો ઘટના થાય તો શું આરોપીઓને નહીં પકડવાના? શું તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની? મહત્વનું છે કે, ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા કે અન્ય કોઇ પણ પક્ષના નેતા હોય પરંતુ આવી ઘટનામાં પોલીસની એ જવાબદારી બને છે કે, આરોપીને સજા મળે. દીકરીએ સુસાઈડ નોટમાં પોતાનું નામ લખાવ્યું ત્યારે તંત્ર ધ્યાન આપતું નથી. પુત્રીએ સુસાઈડ નોટમાં એમ પણ કહ્યું હતું કે, જો કાર્યવાહી નહીં થાય તો હું આત્મહત્યા કરી લઈશ. અંતે આ દીકરી આત્મહત્યા પણ કરી લે છે. ત્યારે અહીં કેટલાક પ્રશ્નો પણ ઉભા થયા છે.

દીકરી દ્વારા સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ‘રાધે માં હું ભણવા જતી ગતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી હું ડરતી હતી…..’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *