સુરતમાં BRTS બસના ધાંધિયા! સમયસર બસ ન આવવાને કારણે વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી- હલ નહિ આવે તો…

સુરત(Surat): શહેરમાં ભણી રહેલા વિધાર્થીઓ માટે કોલેજ જવા માટે કોઈ વાહન હોતું નથી જેને કારણે તે વિધાર્થીઓ BRTSના માધ્યમથી પોતાની કોલેજ સુધી પહોંચતા હોય છે.…

સુરત(Surat): શહેરમાં ભણી રહેલા વિધાર્થીઓ માટે કોલેજ જવા માટે કોઈ વાહન હોતું નથી જેને કારણે તે વિધાર્થીઓ BRTSના માધ્યમથી પોતાની કોલેજ સુધી પહોંચતા હોય છે. પરંતુ ફરીથી BRTS બસના ધાંધિયા સામે આવી રહ્યા છે. જેને કારણે અનેક વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમાં સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ માં કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓને બીઆરટીએસ બસ બાબતે ફરિયાદ ઉદભવી રહી છે. સીતાનાગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સવારે કોલેજ અને શાળાએ જવા માટે સાડા 6 વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોય છે પરંતુ બસ સમયસર નથી આવતી તેમજ જે પણ બસ આવે છે તો એ બસો ઉપર થી જ ફૂલ ભરાઇને આવે છે અને ઘણી વાર બસ ઉભી રાખી પેસેન્જર લેવામાં નથી આવતા. ત્યારે આ પ્રશ્નોને સાંભળવા અને વિધાર્થીઓની તકલીફને સમજવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ આ સ્થળે પહોચ્યા હતા અને વિધાર્થીઓના પ્રશ્નોને વાચા આપી હતી.

બસ સ્ટેન્ડના જે ગેટ પર વધારે વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ ને ઉભા હોય ત્યાં બસ ઉભી રાખવાના બદલે આગળ બીજા ગેટ પર ઉભી રાખવામાં આવે છે જેના કારણે સ્ટેન્ડમાં ભાગદોડ મચે છે અને વિદ્યાર્થીઓ બીજા ગેટ પાસે પહોંચે તે પહેલાં બસ ઉપાડી દેવામાં આવે છે અને આવી સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ કોલેજો શાળામાં સમયસર પહોંચી શકતા નથી.

આ રીતે અલગ અલગ સમસ્યાઓની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી અને આ બાબતે યોગ્ય રજુઆત કરીને નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે અને પછી નિરાકરણ નહિ આવે અને વિદ્યાર્થીઓ સાથે જો આ રીતે જ વર્તન કરવામાં આવશે તો વિદ્યાર્થીઓની સાથે રહીને બીઆરટીએસના રસ્તા પર જ ધરણાં પર બેસી જવામાં આવશે તેવી ચીમકી પાયલ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *