હાલ સરકારી કોલેજ (Government College)ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા એક એવું ઇનોવેશન કરવામાં આવ્યું છે, જેના કારણે હવે તમારે ઉનાળામાં ACની જરૂર નહીં પડે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad)ની ગવર્નમેન્ટ પોલિટેક્નિકના પ્રોજેક્ટ અને ઇનોવેશન લેબ, આઇ.સી. વિભાગના વિધાર્થીઓએ એક અદભુત ઇનોવેશન કર્યું છે. વિદ્યાર્થીઓએ બ્રિક મેકિંગ મશીન બનાવ્યું છે. જેના દ્વારા માટીમાંથી તૈયાર થતી ઈંટોનું જો ઘર બનાવવામાં આવે તો AC જેવું વાતાવરણ ઘરમાં મળી રહે છે.
ટેકનોલોજીના આ યુગમાં અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજના સ્ટુડન્ટ્સે ખુબ જ અનોખું ઇનોવેશન શોધી કાઢ્યું છે. તેઓએ ઈંટો બનાવવા માટેની નવી પદ્ધતિ શોધી છે, જેમાં કોઈપણ પ્રકારની ભઠ્ઠીની જરૂર પડતી નથી, જેથી કાર્બનનું ઉત્સર્જન થતું અટકે છે. આ ઉપરાંત આ પ્રકારની ઈંટો લાલ ઈંટો કરતાં વધુ મજબૂત છે. લાલ ઈંટો કરતાં આ ઈંટો વાતાવરણની ગરમીને રોકી અંદરના વાતાવરણને ઠંડું રાખે છે. આ ઈંટો બનાવવા માટે નવુ મશીન બનાવવામાં આવ્યું છે. જે હાઇડ્રોલિક પ્રેસ દ્વારા ઈંટો બનાવે છે.
સામાન્ય ઈંટની કિંમતમાં જ આ ઈંટ મળી શકશે:
ત્યારે આ ઇંટોની ખાસિયતો વિશે વાત કરીએ તો, સામાન્ય ઈંટ બનાવવા માટે 400 ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે, જ્યારે આ ઈંટ પ્રેસરથી જ બનાવવામાં આવે છે. આ ઈંટ બનાવવા માટે સમય પણ ખૂબ ઓછો લાગે છે. એક મિનિટમાં મશીન દ્વારા 30 ઈંટ બનાવવામાં આવે છે. સામાન્ય ઈંટ 35 કિલો જેટલું વજન સહન કરી શકે છે, જ્યારે મશીનથી બનાવેલી ઈંટ 65 કિલો સુધી વજન સહન કરી શકે છે.
આ ઈંટ મકાન, ઓફિસ કે કોઈ પણ દીવાલ કે ફ્લોરિંગ બનાવવા વાપરી શકાય છે. સામાન્ય ઈંટના જેટલી કિંમતમાં જ ઈંટ પણ મળી શકશે. આ ઇંટોથી ઘરનું તાપમાન 12% ઓછું રહે છે. તેથી ઘરનું તાપમાન ઘટતા વીજળીની પણ બચત થાય છે. તેમજ આ ઇંટો પર્યાવરણને હાનિ પહોચાડતી નથી. એટલે કે, આ ઇકો ફ્રેન્ડલી ઈંટ છે.
આ ઈંટ ઘરનું તાપમાન 10-12 ડીગ્રી ઓછું રાખશે: સ્ટુડન્ટ
આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આ ઇંટ સંપૂર્ણપણે સાદી માટીમાંથી બનાવવામાં આવેલી છે, જેમાં માત્ર 5 ટકા સિમેન્ટ મિક્ષ કરી બનાવવામાં આવી છે. તેમજ આ માટીને 10 ટન હાઇડ્રોલિક દબાણ આપવામાં આવે છે. જેથી તમામ પાર્ટીકલ્સ બાઇન્ડ થઈ જાય અને પછી 20 દિવસ સુધી સૂકવવામાં આવે છે. હાઇડ્રોલિક દબાણથી બનતી ઈંટો સામાન્ય કરતાં વાતાવરણની ગરમીને રોકીને મકાનની અંદરનું તાપમાન ઓછું રાખે છે. જેના કારણે ગરમીનો અહેસાસ થતો નથી.
નોર્મલ લાલ ઇંટ કરતાં ડબલ સ્ટ્રેન્થ:
એટલે કે, જો ઘરની બહાર 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ઘરમાં 30 ડિગ્રી સુધીના ટેમ્પરેચરનો અહેસાસ થાય છે. જેના દ્વારા વીજળીની બચત થાય છે. તેમજ આ ઇંટોમાં કાર્બનનું ઉત્સર્જન ન થતું હોવાથી આ ઈંટો પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી. આ ઈંટો દ્વારા બનાવેલી દિવાલ પર પ્લાસ્ટર કે કલરની જરૂર પડતી નથી, જેથી કેમિકલનો ઉપયોગ પણ ઘટશે. આ ઉપરાંત આ ઇંટની સ્ટ્રેન્થ નોર્મલ લાલ ઇંટ કરતા ડબલ હોય છે. આ સ્ટ્રેન્થનો ટેસ્ટ ગુજરાત સરકારનું અપલાઈડ મિકેનિક ડિપાર્ટમેન્ટ કરી ચૂક્યું છે અને સર્ટિફિકેટ આપ્યું છે.
આ ઈંટનો ઉપયોગ કરી શકાય છે: આર્કિટેક
આ અંગે આર્કિટેક પ્રદ્યુમ્ન ચૌહાણ જણાવ્યું હતું કે, મેં આ ઈંટ અંગે અભ્યાસ કરેલો છે. આ ટેકનોલોજીનો અગાઉ ઉપયોગ થયો છે. આ ઈંટ બનાવવાની પદ્ધતિ અલગ છે. આ ઈંટનો ઉપયોગ કરી શકાય છે. આ ઈંટ બનાવવા જરૂરી ઇનપુટ પણ મેં આપ્યા છે. લોકોને પણ એ જ અપીલ છે કે, સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ઇનોવેશન છે, તો આ ઈંટનો એક વખત ટ્રાયલ માટે ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આ સિવાય ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે પર્યાવરણને બચાવવા વિદ્યાર્થીઓ જે પ્રોજેકટ બનાવે તેમાં એક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે વિધાર્થીઓએ તૈયાર કરેલો આ પ્રોજેકટ મુકવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.