ગુજરાત(Gujarat): રાજ્યના વિધાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. ધોરણ 10 વિધાર્થીઓ માટે શિક્ષણમંત્રી જીતું વાઘાણી(Jitu Vaghani) દ્વારા મોટો નિણર્ય લેવામાં આવ્યો છે. ધોરણ 10(Standard 10) બાદ કારકિર્દીને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.
બેઝિક ગણિતનું પેપર પાસ કર્યું હોય તો પણ વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ B માં મળી શકશે પ્રવેશ:
રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને અને વિદ્યાર્થીઓને લઈને એક મોટા નિર્ણયનું આજે એલાન કર્યું છે. જેમાં હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ મળેવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ લેવા માટે જો બેઝિક ગણિત રાખવામાં આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહોતો આપવામાં આવતો. મહત્વનું છે કે, ધોરણ 12માં બે અલગ અલગ પ્રકારનાં વિદ્યાર્થીઓ હોય છે. જેમાં એક ગ્રુપ A અને બીજા ગ્રુપ B, A ગ્રુપમાં ગણિત વિષય આવે જેમાં વિદ્યાર્થીઓ આગળ જતા એન્જિનિયરીંગ જેવા કોર્ષ લઈ શકે જ્યારે જ્યારે B ગ્રુપમાં રહેલા વિધાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્ર, બાયોલોજી, મેડિકલ અને પેરામેડિકલ લઈ શકાય.
ધોરણ 10માં ગણિતનાં બે અલગ અલગ રીતનાં પેપર આવે છે:
આપણે સૌ જાણીએ છીએ કે, હવે ધોરણ 10માં બે પ્રકારનાં ગણિતનાં પેપર આપવામાં આવે છે, જેમાં પહેલું બેઝિક ગણિત અને બીજું સ્ટેન્ડર્ડ ગણિત. જે વિદ્યાર્થીઓનો ગણીતનો પાયો કાચો હોય તેઓ બેઝીક ગણીત લઈને ધોરણ 10ની પરીક્ષા આપવાનું પસંદ કરતા હોય છે. જ્યારે જેમને ગણિતમાં ખૂબ જ રસ હોય તે વિદ્યાર્થીઓ સ્ટેન્ડર્ડ ગણિત પસંદ કરે છે અને સ્ટેન્ડર્ડ ગણિત પસંદ કરતા હોય છે.
મહત્વની વાત એ છે કે, ધોરણ 10માં ગણિતનું પાઠ્યપુસ્તતક તો એક જ હોય છે પરંતુ ખાલી પેપરની સ્ટાઈલ જ બે અલગ અલગ પ્રકારની આપવામાં આવે છે. ધોરણ 11માં આવ્યા બાદ બેઝીક અને સ્ટાન્ડર્ડ ગણીત નીકળી જાય છે અને એક જ પાઠ્યપુસ્તક સાથે એક જ પેપર સ્ટાઈલ રાખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.