આ તો વળી કેવી તાલીબાની સજા: શિક્ષકના રૂપમાં દાનવ બનીને વિદ્યાર્થી પર ખુરશી લઈને તૂટી પડ્યો, હોસ્પીટલમાં કર્યા દાખલ

Students were brutally beaten when a chair broke in Bihar: બિહારના બેગુસરાયમાં એક શિક્ષકનો જલ્લાદી ચહેરો સામે આવ્યો છે. અહીં શાળાની ખુરશી તોડવાથી ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને એટલી નિર્દયતાથી માર માર્યો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શિક્ષકે શાળાના બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા અને પછી તેમને લાકડી વડે નિર્દયતાથી માર્યા. આ દરમિયાન બાળકો ચીસો પાડતા રહ્યા. પરંતુ ગુરુજીને તેના પર કોઈ દયા ન આવી, જાણે હેડમાસ્તર પર ભૂત ચડ્યું હોય. ગુરુજીનું આ ભયાનક સ્વરૂપ જોઈને બાળકો ભયથી ધ્રૂજી ઊઠ્યા.

શિક્ષકના મારથી બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શામહોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે બાળકોના વાલીઓને જાણ થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. બાળકોના સંબંધીઓ શાળાએ પહોંચ્યા બાદ હોબાળો શરૂ કર્યો હતો. ઘટના શામહો બ્લોકની અકબરપુર બરારી પંચાયતની મિડલ સ્કૂલ અકબરપુર ચાલીસની છે. શિક્ષકના મારથી 12થી વધુ બાળકોને ઈજા થઈ હતી.

એક બાળકીને માથામાં ઈજા 
જેમાંથી 7 યુવતીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી છે. ઘણી છોકરીઓ બેહોશ થઈ ગઈ હતી. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર નિશાંત કુમારે જણાવ્યું કે, 7 છોકરીઓને અહીં લાવવામાં આવી છે. બે છોકરીઓ બેભાન થઈ ગઈ હતી. શિક્ષકના મારથી ઘાયલ થયેલા બાળકોમાં પૂર્વી કુમારી, સંજુ કુમારી, રાધા કુમારી, રિયા કુમારી, બોબી કુમારી, દીપ શિખા કુમારી અને ગગન કુમારીને હોસ્પિટલમાં સલાઈન આપવામાં આવ્યું હતું. સની કુમારી નામની યુવતીનું માથું ફાટી ગયું હતું.

શિક્ષણ મંત્રી પાસે કાર્યવાહીની માંગ
શાળાના ઈન્ચાર્જ આચાર્યના આ કૃત્યથી બાળકો ખૂબ જ ડરી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે સ્કૂલ તરફ જતા પણ ડરે છે. અહીં પોલીસે આરોપી હેડમાસ્ટર સીતારામ સાહને કસ્ટડીમાં લીધો છે. હેડમાસ્તર કહી રહ્યા છે કે ભૂલ છે. મુખ્ય શિક્ષક હવે પોતાની ભૂલ સ્વીકારી રહ્યા હોવા છતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, બાળકોને આટલી ખરાબ રીતે મારવાનો તેમને અધિકાર કોણે આપ્યો? બાળકોના રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓને મુખ્ય શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *