રાજકોટ(Rajkot): અવાર નવાર ભોજનમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે હાલ ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદીક કોલેજ (Global Ayurvedic College)માં ગર્લ્સ હોસ્ટેલ (Girls Hostel)માં અતિ નબળી ગુણવત્તાવાળું અને જમવામાંથી જીવજંતુ નીકળવાની વિધાર્થિનીઓએ ફરિયાદ કરી હતી. જેને પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચ્યો છે.
ભોજનમાં જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓએ અગાઉ પણ કોલેજ મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ છેલ્લા 15 દિવસથી જમવાની ગુણવત્તામાં કાંઈ સુધારો આવ્યો નથી. આ અંગે વધુમાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, અમે હોસ્ટેલમાં 96 વિદ્યાર્થીનીઓ રહીયે છે અને ચાથી માંડી બંને ટાઈમ જમવાનું અતિ નબળું આવતા છેલ્લા ત્રણ દિવસથી અમે કોઈઅ અહીંયાનું જમ્યું નથી. તમામ બહારથી મંગાવીએ છીએ.
આ સિવાય વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, જ્યારે અમે અહિયાં એડમિશન લેવા આવ્યા ત્યારે હોસ્ટેલના કાર્યકર્તાઓએ મીઠી મીઠી વાણી બોલીને અમારા માતા-પિતાને ભોળવી લીધા હતા. અમે હોસ્ટેલમાં એક વર્ષની 72000 હજાર ફી ભરી છે. જયારે ફી ભરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તમને અહિયાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે, તમારું બાળક અહિયાં સુરક્ષિત છે, અહિયાથી બહાર જવા માટે પણ તમારી મંજૂરી લેવી પડશે.
આવી મીઠી મીઠી વાતો કરી હોવાને કારણે દરેકે એડમીશન લીધું હતું. ત્યારે હવે અમને જમવાનું ખરાબ મળી રહ્યું છે ત્યારે અમે અનેક રજૂઆતો કરી છતાં જમવામાં સુધાર આવતો જ નથી અને સામે એવું વર્તાવ કરે કે જાણે અમે મફતમાં રહેતા હોય! હોસ્ટેલના જમવામાંથી જીવજંતુ નીકળે છે, સામાન્ય રીતે જમવામાં કીડી-માકોડા આવી જાય તો અમે સમજી શકીએ છે પણ આતો જમવામાં અમુક વાર કીડી-મકોડાની સાથે સાથે ઘણી વાર વંદા, માખી, ઈયળ પણ નીકળે છે.
આ રીતે જીવજંતુઓ નીકળતા હોવાને કારણે વિદ્યાર્થીનીઓ ત્રણ ત્રણ દિવસથી બહારથી જમવાનું મંગાવવા મજબુર છે અને કોલેજ મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ રાજકીય તાયફાઓમાં આગેવાનો બની મસ્તમગન બન્યા રહે તે શરમજનક છે. ટ્રસ્ટીઓએ પોતાના બાળકને જમવાનું ઘરે જેવું પીરસે એ લાગણીથી જ પોતાની હોસ્ટેલની જબાવદારી સંભાળવવી જોઇએ. આ સાથે જ જો હોસ્ટેલની જમવાની ગુણવતામાં સુધારો નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું તેવું જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.