જે લોકો દરરોજ ટેલિવિઝન (television)જોવામાં નોંધપાત્ર સમય વિતાવે છે, તો તમને કોરોનરી હૃદય રોગથી પીડિત થવાનું જોખમ વધુ હોઈ છે. એક નવા અભ્યાસ મુજબ, જો લોકો ટેલિવિઝન જોવાનો સમયગાળો દિવસમાં એક કલાક કરતા ઓછો કરે તો કોરોનરી હૃદય રોગના(coronary heart disease) લગભગ 11 ટકા કેસ અટકાવી શકાય છે.
હોંગકોંગ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને સંશોધનના લેખક ડૉ. યંગવૉન કિમ, જણાવે છે કે “ટીવી જોવામાં વિતાવેલા સમયને ઘટાડવાને કોરોનરી હૃદય રોગની રોકથામ માટે મુખ્ય વર્તણૂકીય લક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વધુમાં જણાવ્યું હતું. આ કાર્ડિયોમેટાબોલિક જોખમ માર્કર્સના બિનતરફેણકારી સ્તરો પછી કોરોનરી હૃદય રોગ થવાનું જોખમ વધી શકે છે.
સંશોધકોએ 40 થી 69 વર્ષની વયના 373,026 બ્રિટિશ લોકોના ડેટાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કોઈ સહભાગીને બાયોબેંકમાં ભરતી કરવામાં આવી ત્યારે તેમને કોરોનરી હૃદય રોગ ન હતો. સંશોધકોએ રાષ્ટ્રીય મૃત્યુ રજીસ્ટ્રી અને હોસ્પિટલમાં પ્રવેશના રેકોર્ડનો અભ્યાસ કર્યો અને સહભાગીઓમાં કોરોનરી રોગના 9,185 કેસ મળ્યા.
અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે જેટલું વધારે ટેવિ જોવામાં આવે છે, તેટલું વધુ કોરોનરી હૃદય રોગ થવાનું જોખમ વધારે છે. ટીમે દરેક સહભાગી માટે કોરોનરી હૃદય રોગના સામાન્ય જોખમને ધ્યાનમાં લીધા પછી અને અન્ય ઘણા પરિબળો જેમ કે ઉંમર, લિંગ, ધૂમ્રપાનની ટેવ, આહાર, બોડી માસ ઇન્ડેક્સ અને શારીરિક પ્રવૃત્તિને ધ્યાનમાં લીધા પછી આવું સૂચન કર્યું.
અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જે લોકો દિવસમાં એક કલાક કે તેથી ઓછા સમય માટે ટીવી જુએ છે તેઓને ચાર કે તેથી વધુ કલાકો સુધી ટીવી જોનારા કરતા કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનું જોખમ 16 ટકા ઓછું હતું. અને, જેઓ દિવસમાં બે થી ત્રણ કલાક ટેલિવિઝન જોતા હતા, તેમનામાં જોખમ 6 ટકા ઓછું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.