એક સર્વે અનુસાર કહેવામાં આવ્યું છે કે ભારતીય બાળકોમાં ઓરલ હેલ્થ પ્રોબ્લેમનું પ્રમાણ ખુબ વધારે છે. આ સર્વેના પરિણામ મુજબ અહિયાં 10 બાળક માંથી 8 બાળકોને આ મોટી તકલીફ છે. અન્ય એક તથ્ય પણ જાણવા મળ્યું છે કે બાળકોના ઓરલ સ્વાસ્થ્યની વાસ્તવિકતા અને માતાપિતાની ધારણા વચ્ચે ઘણું અંતર છે.
કોલગેટ પામોલિવ લિમિટેડ માટે થયેલા એક રાષ્ટ્રીય અધ્યયનથી જાણવા મળ્યું કે ભારતમાં 10માંથી ઓછામાં ઓછા 8 બાળકોને મોં સંબંધીત સમસ્યાઓ છે. આ સમસ્યાઓ પર ગંભીરતા દાખવવી જરૂરી છે.
સર્વે અનુસાર જે બાળકોનો સમાવેશ થયો હતો તેમાંથી મોટાભાગના બાળકોને દાંતમાં સડો, દાંત પર સફેદ ધાબા, પેઢામાં સોજો, શ્વાસમાં દુર્ગંધ, પેઢામાંથી લોહી પડવું સામાન્ય સમસ્યા હતી. સર્વેમાં જાણવા મળ્યું છે કે દર 3માંથી 2 બાળકોને દાંતમાં કેવિટી છે અથવા તો તે થવાનું જોખમ વધારે છે.
અધ્યયન મુજબ 10 બાળક માંથી 9 વયસ્કોને પણ ઓરલ હેલ્થની મોટી સમસ્યા છે. દેશભરમાં બાળકોમાં મોટા પ્રમાણમાં ઓરલ હેલ્થ સમસ્યાઓ જોવા મળે છે. જેમાં પૂર્વી ભારતમાં 89 ટકા, પશ્ચિમ ભારતમાં 88 ટકા, ઉત્તર ભારતમાં 85 ટકા અને દક્ષિણ ભારતમાં 64 ટકા પ્રમાણ જોવા મળ્યું છે.
સર્વેના પરિણામ અનુસાર બાળકોના દાંતના સ્વાસ્થ્યની વાસ્તવિક સ્થિતિ અને તેના માતા પિતાની ધારણા ખૂબ અલગ છે. આમ થવાનું કારણે લોકોમાં જાણકારીનો અભાવ છે.
સર્વેમાં સમાવિષ્ટ 10માંથી ઓછામાં ઓછા 8 માતાપિતાએ માન્યું કે બાળકોના દાંત સ્વસ્થ છે પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેમાંથી 80 ટકા બાળકોને ઓરલ સમસ્યાઓ છે. આ પ્રમાણ કલકત્તામાં 92 ટકા, મુંબઈમાં 88 ટકા અને હૈદરાબાદમાં 80 ટકા છે.
અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મોટાભાગના બાળકો મોં સંબંધી સ્વાસ્થ્ય માટે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે કરતા નથી. જેમ કે રોજ બ્રશ કરવું, સમયે સમયે દાંતની ચકાસણી કરાવવી.
સર્વેક્ષણમાં સામેલ 70 ટકાથી વધારે બાળકો દિવસમાં બે વાર બ્રશ કરતા નથી અને તેમાંથી 60 ટકાથી વધારે બાળકો છેલ્લા એક વર્ષથી ડેંટિસ્ટ પાસે ગયા નથી.
રોજ મીઠી વસ્તુઓ ખાનાર 10 બાળક માંથી 8 બાળકો ઓરલ હેલ્થ સંબંધી સમસ્યાથી પીડિત છે. સર્વેમાં જોડાયેલા 44 ટકા બાળકોને દાંતમાં સુધારો, રુટ કેનાલ, દાંત કઢાવવા જેવા ઉપચારની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.