ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(Gorak hpur)માં ગુરુવારે મોડી રાત્રે એક પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો હતો. રેલ્વે ટ્રેક પર બંનેના ટુકડા-ટુકડા જોઈ સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. થોડીક દૂર પોલીસને એક બેગ મળી આવી જેમાં છોકરીનો સ્કૂલ ડ્રેસ અને મોબાઈલ હતો. યુવકની ઓળખ અજય ચૌરસિયા (18) અને યુવતીની ઓળખ સહસી બાંગ્લાની રિંકુ મૌર્ય (18) તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અજય અને રિંકુ બંને ખજનીની ઇન્ટર કોલેજમાં સાથે ભણતા હતા. રિંકુ ધોરણ 12માં અને અજય 11મા ધોરણમાં ભણતો હતો. એક જ સ્કૂલમાં ભણતા હતા ત્યારે બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને પછી બંને પ્રેમમાં પડ્યા. બંને લગ્ન કરવા પણ ઈચ્છતા હતા, પરંતુ પરિવારના સભ્યો તેના માટે તૈયાર ન હતા. તેને લઈને પરિવારમાં ભારે તણાવ ચાલી રહ્યો હતો. જેના કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો.
ગુરુવારે શાળામાંથી ભાગી ગયા:
મળતી માહિતી અનુસાર, બંને ગુરુવારે શાળામાંથી ભાગી ગયા હતા. મોડી સાંજ સુધી રિંકુ ઘરે ન પહોંચતા પરિવારજનો પરેશાન થઈ ગયા હતા અને તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. રિંકુના પરિવારજનોએ રાત્રે ખજની પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ આ દરમિયાન બંને મોડી રાત્રે સહજનવાન-કાસરવાલના રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા અને પછી ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો.
પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ન હતી:
અજય તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. જ્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. જ્યારે રિંકુ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી નાની હતી. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. એસઆઈ રામ પ્રવેશ સિંહે જણાવ્યું કે યુવકના ભાઈ રામ સાગરે બંને મૃતકોની ઓળખ કરી લીધી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.