બસની ઉપર બેસીને કરી રહ્યા હતા મુસાફરી: અચાનક જ ડ્રાઈવરે મારી બ્રેક અને પછી જે થયું તે જોવા જેવું- વિડીઓ જોઇને ખખડી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

મજેદાર અને આશ્ચર્યજનક વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓમાં જોઈ શકો છો કે કેટલાય લોકો બસની છત પર બેઠા છે અને અચાનક જ બસ ચાલક બસની બ્રેક લગાવે છે. જેને લીધે બસની ઉપર બેઠેલા લોકો નીચે પડી જાય છે અને આ વિડીઓ જોતા તમને જરૂર મજા આવશે પણ આ ખુબ જ ગંભીર બાબત કહી શકાય.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીઓને આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વિડીઓને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, સાવચેત રહો, બસની ઉપર આ રીતે ન બેસો… આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે, એક બસ રસ્તાની વચ્ચે ફૂલ સ્પીડે આવી રહી છે અને તેમના પર અનેક લોકો બેઠા છે. બસનો ડ્રાઈવર અચાનક જ બસને બ્રેક લગાવે છે અને બસની ઉપર સવાર મુસાફરો એક સાથે ધડામ કરતા નીચે પડી જાય છે. સાથે સાથે લોકો નીચે પટકાતા તેમને ખુબ જ ઈજા પહોંચે છે અને આગળ રહેલી બાઈક સાથે પણ ટકરાઈ છે.

હાલમાં આ વિડીઓ ખુબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓને અત્યાર સુધીમાં લગભગ 2 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વિડીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું છે કે સાવચેત રહો… આ ખૂબ જોખમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *