અંબાજી માતાના દર્શને જતી કાર અચાનક સળગી ઉઠી, પતિની નજર સામે પત્નીનું દર્દનાક મોત- જુઓ LIVE વિડીયો

માણસા(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત બનવા પામ્યો છે જેમાં માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શન કરવા…

માણસા(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત બનવા પામ્યો છે જેમાં માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શન કરવા આવ્યું હતું. માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદ નજીક અચાનક કારમાં આગ લાગતાં કારમાં પતિની નજર સામે પત્ની બળીને ભડથું થઇ જતાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પતિ કારમાંથી બહાર નીકળી ગયા પરંતુ હાથ, મોં અને પગે ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના રંગપુર ગામના ચિંરાગસિંહ ચાવડા અને તેમના પત્ની પૂજાબા રવિવારે વેગનઆર કાર નંબર જીજે-27-સી-2470 લઇને અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદથી બે કિલોમીટર દૂર કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ અચાનક વધી જતાં ચિંરાગસિંહ પોતે કારમાંથી બહાર નીકળી ગયા હતા.

જ્યારે તેમના પત્ની પૂજાબા ચાવડા કારમાં ફસાઇ જતાં ત્યાં જ બળીને રાખ થઇ ગયા હતા. ચિરાગસિંહને હાથ, પગ અને મોંઢાના ભાગે ગંભીર રીતે દાઝતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન આજુબાજુથી ઘણા લોકો દોડી આવ્યા હતા.

આ અંગે અંબાજી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ હડાદ પોલીસને થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *