અધિકારી બનવાના સપના સેવી રહેલી દીકરીએ આણ્યો જીવનનો અંત, દરેક માતા-પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન

સરકારી અધિકારી બનવાના સપના સાથે પન્નાથી ઈન્દોરમાં અભ્યાસ કરવા આવેલી એક વિદ્યાર્થીનીએ કોચિંગમાં ભણાવતા શિક્ષકના ત્રાસથી કંટાળીને જીવનનો અંત લાવી હતી. જે બાદ વિદ્યાર્થિનીના કાકા અને તેની મિત્રની ફરિયાદના આધારે પોલીસે છેડતીનો કેસ નોંધીને રવિવારે રાત્રે શિક્ષકની ધરપકડ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે ટીચર કોચિંગ દરમિયાન વિદ્યાર્થીની પર અશ્લીલ ટિપ્પણીઓ કરતો હતો. એટલું જ નહીં તે યુવતીના મોબાઈલ પર પણ અશ્લીલ મેસેજ મોકલતો હતો.

ટીઆઈ શશિકાંત ચૌરસિયાના જણાવ્યા મુજબ, શૈલી સિંહ રાજપૂત મૂળ પન્ના ઈન્દોરના કૃષ્ણદેવ નગરમાં તેની મિત્ર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. તે ભંવરકુઆં સ્થિત CSC કોચિંગમાંથી SSC પરીક્ષાની તૈયારી કરી રહી હતી. શનિવારે સાંજે તેણે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો.

જ્યારે મિત્ર સરસ્વતી રૂમમાં આવી ત્યારે તેણે શેલીને ફાંસી પર લટકતી જોઈ હતી. ત્યાર બાદ ઘટના વિષે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો શૈલીનો મોબાઈલ ફોર્મેટ મળી આવ્યો હતો. તેનો તમામ ડેટા કાઢી નાખવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શૈલીએ આપઘાત પહેલા મોબાઈલને ફોર્મેટ કર્યો હતો.

આ પછી પોલીસે વિદ્યાર્થીના કાકા મહેન્દ્ર સિંહ અને તેની સાથે અભ્યાસ કરતી અને રૂમમાં રહેતી વિદ્યાર્થિની સરસ્વતીના નિવેદન લીધા હતા. બંને પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસે રવિવારે રાત્રે CSC કોચિંગમાં ગણિત ભણાવતા શિક્ષક અમન અગ્રવાલની ધરપકડ કરી હતી. પોલીસે અમનનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. તે પણ સંપૂર્ણ રીતે તેનો ફોન ફોર્મેટ કર્યો હતો. હવે બંનેના મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવયા છે.

શેલીની રૂમમેટ સરસ્વતીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ અમન સર ક્લાસ લેતા હતા, ત્યારે બધા તેમને ગુડ મોર્નિંગ અથવા શુભેચ્છા આપતા હતા. પરંતુ તે શૈલીને અલગથી ટાર્ગેટ કરતો અને કહેતો કે તે ક્લાસ શુભેચ્છા નોતી આપી. આ પછી જ્યારે શૈલી શુભેચ્છા આપે ત્યારે સર કહેતા કે શૈલીના અવાજમાં એટલી મીઠાશ છે કે તેના વગર ક્લાસ શરૂ કરવાનું મન થતું નથી. આ પછી, તે ઘણીવાર વર્ગમાં બીજી બાબતને લઈને શૈલી પર ટિપ્પણી કરતો હતો.

કાકા મહેન્દ્ર સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, શૈલી તેની માતા બબલી સાથે વાત કરતી હતી. જેમાં તે કહેતી હતી કે શિક્ષક અમન તેને કોચિંગમાં કોઈને કોઈ કારણથી હેરાન કરતો હતો. તેના મોબાઈલ પર અશ્લીલ મેસેજ મોકલે છે. પાંચ દિવસ પહેલા પણ તેણે તેની માતાને કહ્યું હતું કે તેણે અમારી સાથે ખોટું કરવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં અહીં ભણવું યોગ્ય નથી. તેણે તેની માતાને કોચિંગ છોડવાનું પણ કહ્યું હતું. આ પછી તે થોડા દિવસો સુધી કોચિંગમાં પણ જતી ન હતી.

શેલી ચાર વર્ષ સુધી જબલપુરમાં તેની મિત્ર સરસ્વતી સાથે રહીને અભ્યાસ કર્યો હતો. બંનેએ અહીંથી 12મું પાસ કર્યું કરીને પછી શૈલીના પિતા બ્રજ કિશોર રાજપૂતે તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈન્દોરમાં અભ્યાસ કરવા મોકલી હતી. શૈલી લગભગ સાત મહિનાથી ઈન્દોરમાં અભ્યાસ કરતી હતી. કાકા મહેન્દ્રના કહેવા મુજબ પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં એક સાત વર્ષનો નાનો ભાઈ પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર અમનની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *