વડોદરા(Vadodara): શહેરના કરજણ(Karjan) તાલુકાના ફતેપુર(Fatehpur) ગામ નજીકથી પસાર થતી નર્મદા નદી(Narmada river)માં પટેલ પરિવાર(Patel family)ની બે સગી બહેનો ના ડૂબી જવાથી મોત થયા હતા. શુક્રવારના રોજ બપોરથી રહસ્યમય રીતે ગુમ બંને બહેનોના મૃતદેહ આજે નર્મદા નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કહેવામાં આવે છે કે, ઘર કંકાસને કારણે બંને બહેનોએ નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો છે. હાલમાં આ સમગ્ર ઘટના અંગે કરજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બે સગી બહેનો ડિમ્પલ અને સિધ્ધીના નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યા
મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવીણભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેમની બે દીકરીઓ 19 વર્ષીય ડિમ્પલ અને 17 વર્ષીય સિદ્ધિ શુક્રવારના રોજ બપોરે ઘરેથી જતી રહી હતી. બંને બહેનો કલાકો સુધી પાછી ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત થયા હોવા છતાં પણ બંને બહેનોનો પત્તો મળ્યો ન હતો.
બે સગી બહેનો ડિમ્પલ અને સિધ્ધીના નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યા
આ દરમિયાન ફતેપુરા ગામ નજીકથી પસાર થઈ રહેલી નર્મદા નદીમાં બે યુવતીઓના સ્થાનિક લોકોએ વૃદ્ધ દેવો તરતા જોઈ હચમચી ઉઠ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોની મદદ લઈને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ ગામની બે બહેનો ડિમ્પલ અને સિદ્ધિ શુક્રવારના રોજ બપોરના સમયથી જ ગુમ થઈ ગઈ હતી. બંને દીકરીના પિતા પ્રવીણભાઈ પટેલ તેમજ તેમના પરિવારજનો નર્મદા નદીના કિનારે દોડી ગયા હતા. ચા બંને યુવતીઓના મૃતદેહ જોતા બંને પોતાની જ દીકરી હોવાનું જોતા આઘાતમાં સરી પડ્યા હતા.
મહત્વનું છે કે, ગામની બે સગી બહેનોની નર્મદા નદીમાંથી લાશ મળ્યા હોવાની વાત ગણતરીમાં સમગ્ર ગામમાં વાયુવેગે પ્રસરી જતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સાથે જ તાલુકા પંચાયતમાં આ બનાવ વીજળી વેગે પ્રસરી જતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કરુણ ઘટના અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બંને બહેનો છેલ્લા ત્રણ વર્ષથી ફતેપુરા ગામમાં રહેતી હતી અને તે અગાઉ વડોદરામાં અભ્યાસ કરતી હતી. શુક્રવારના રોજ બપોરના સમયથી જ બંને બહેનો ઘર કંકાસ ને કારણે ઘરેથી નીકળી ગઈ હતી. અને આજે બપોરે નદીમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.