સગા માસીયાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો પ્રેમ: લગ્ન માટે ઘરેથી ના પાડતા લગાવી મોતની છલાંગ, મળી આવી સ્યુસાઈડ નોટ

હાલમાં એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. જેમાં પ્રેમી યુગલે બન્નેના અંતિમ સંસ્કાર એકસાથે કરવા સુસાઇડ નોટમાં અપીલ કરી હતી. બંને સગા માસીયાઈ ભાઈ બહેન હોવાથી લગ્ન શક્ય ન બનતા તેમણે આ પગલું ભર્યું છે. શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી નર્મદાબેન બંને પ્રેમસંબંધ હોવાથી અને બંને એકબીજા વગર રહી શકતા ન હતા જેથી મંગળવારે તેમણે કેનાલમાં કુદીને આત્મહત્યા કરી હતી.

આ દરમિયાન સ્થાનિક લોકોને આ ઘટના અંગે જાણ થતાં તરવૈયાની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેનાલમાંથી બંને યુવક-યુવતીની લાશ બપોરે શોધખોળ કર્યા બાદ મળી આવી હતી. જેમાં બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દિયોદર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવકે મરતાં પહેલા મમ્મી-પપ્પાને સોરી કહેતા સ્યુસાઈડ નોટ લખી
આ પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જોકે, યુવકે મરતા પહેલા તેના મમ્મી-પપ્પાને સોરી કહેતા સુસાઈટ નોટ લખી છે. જેમાં એક બીજા વગર રહી ન શકતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બંને લાશને પણ એક સાથે અગ્નિસંસ્કાર આપવા સુસાઈટ નોટમાં અપીલ કરવામાં આવી છે.

અક્ષરસહ સુસાઇડ નોટ: “સોરી મમ્મી-પપ્પા…
હું તમને છોડીને જાઉં છું. કારણ કે, હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી અને મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી. તેથી અમે બંન્ને બધાને છોડીને જઇ રહ્યા છીએ અને અમે ક્યારેય સાથે તો રહેવાના નથી તેથી તે વિચારીને જઇએ છીએ. અમારાથી કાંઇ નાની મોટી ભૂલ થઇ હોય તો માફ કરજો. અને અમે સાથે તો રહ્યા નથી પણ અમારા અગ્નિ સંસ્કાર સાથે થાય તેવા પ્રયત્ન કરજો આટલી અમારી ઇચ્છા પૂરી કરજો. હું મારા મમ્મી-પપ્પાને દુ:ખી કરવા માંગતો નહતો તેથી મારે આ પગલું ભરવું પડ્યું. જે છોકરી મને પ્રેમ કરે છે તે છોકરી પણ બીજાની થવા નતી માંગતી તેથી અમે આ કરી રહ્યા છે. આના સિવાય બીજો આઇડિયા અમારી પાસે નહતો સોરી…..”

મૃતક યુવક-યુવતી સગા માસીયાઇ ભાઇ-બહેન હતા
કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મૃતક યુવક-યુવતી બન્ને સગા માસીયાઇ ભાઇ-બહેન હોવાથી લગ્ન થઇ શકે તેમ નહતા તેથી બંનેએ આ પગલું ભર્યું હતું. બંને એકબીજા વગર રહી શકતા ન હતા જેથી આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. બંનેના મોતને લઈ ગામમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટના દિયોદરના નોખા પાસે નર્મદા કેનાલની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *