હાલ કોરોના વાયરસને કારણે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં થયાં છે. કોરોનાનો ભોગ બનતા લોકો મોટા ભાગે આધેડ વયના જ છે. કોરોના વૃદ્ધોને જ પોતાનો ભોગ બનાવી રહ્યો છે. ત્યારે અમદાવાદના નિવૃત શિક્ષક એવા 92 વર્ષના સુમનચંદ્ર વોરા ઉર્ફ સુમનદાદાએ કોરોનાને હરાવીને સુપરહીરો બની ગયા છે. દેશમાં કોરોનાને હરાવીને સ્વસ્થ થનારા દર્દીઓમાં સુમનદાદા કદાચ સૌથી મોટી ઉંમરના વ્યક્તિ હશે.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને બીજી પણ બીમારીઓ હતી. સુમનદાદા પણ છેલ્લાં 35 વર્ષથી બ્લડપ્રેશરથી પીડાતા હતા, 86 વર્ષની ઉંમરે કાર્ડિયાકની સારવાર અને એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવ્યું. આમ છતાં જીવવાની પ્રબળ ઈચ્છા ધરાવતા સુમાનદાદાએ આ કોરોનને હરાવ્યો છે. તેમણે આ અંગે પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું કે, “મને શ્રીજીબાવામાં અતૂટ શ્રદ્ધા છે, જે મને કંઈ નહીં થવા દે. બીજો મારા પરિવાર પર અતૂટ વિશ્વાસ છે. જે આ કપરી પરિસ્થિતિમાં પણ હંમેશાં મારી પડખે રહ્યો, જેનાથી મને માનસિક હિંમત મળી અને ત્રીજો આભાર SVP હોસ્પિટલના કર્મચારીઓનો, જેમણે રાત-દિવસ ખડેપગે રહીને મારી સારવાર કરી.”
આ અંગે સુમન દાદાના પુત્ર અને શહેરની જ એક હોસ્પિટલના ડીન તરીકે ફરજ નિભાવતા નીતિન વોરાએ જણાવ્યું કે, તેમના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 10 એપ્રિલે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સામાન્ય રીતે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ અડધી હિંમત હારી જતા હોય છે, ત્યારે મારા પિતાજીએ મનથી સ્વીકાર કર્યો કે તેમને કોરોના થયો છે અને તેની સામે લડવાનું છે, એટલું જ નહીં, જીતવાનું પણ છે. હોસ્પિટલના કર્મચારીઓની કાળજી અને પિતાજીનો આત્મવિશ્વાસ રંગ લાવ્યા.
સુમનભાઈદાદાનો પરિવાર વર્તમાન પરિસ્થિતિમાં તેઓ બે બાબતો પર ભાર મૂકે છે. એક, કોરોના સામેની લડાઈમાં , ‘જો ડર ગયા, સમજો મર ગયા…’ એટલે કે ડરીને હિમ્મત હારવાની નથી. તેની સામે લડવાનું છે. બીજી બાબત એ છે કે, જ્યાં સુધી કોરોનાની વૅક્સીન ના શોધાય ત્યાં સુધી કોરોનાની સાથે જીવતા શીખવું પડશે. જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હૂંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news