માથાફાડ ગરમીમાં કરો આ ફળનું સેવન, ઠંડકની સાથે શરીરને થશે અનેક ફાયદા

કાળઝાળ ગરમીમાં પોતાને ઠંડા રાખવા માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઇને નહીંતર તો તમે પણ ગરમીમાં ફસાઈ શકો છો. ઉનાળા(Summer)ની ઋતુ (Season)માં…

કાળઝાળ ગરમીમાં પોતાને ઠંડા રાખવા માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઇને નહીંતર તો તમે પણ ગરમીમાં ફસાઈ શકો છો. ઉનાળા(Summer)ની ઋતુ (Season)માં મોટાભાગના લોકોને ડીહાઈડ્રેશન (Dehydration)ની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આવી પરીસ્થિતિમાં, પોતાને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે કેટલાક એવા ફળ પણ છે, જેના દ્વારા તમે તમારી જાતને ઠંડક બનાવી શકો છો. તો ચાલો જાણીએ ક્યા એવા ફળ છે જે તમને ગરમીથી રાહત આપી શકે છે.

તરબૂચ સેવન જરૂર કરો: 
ઉનાળામાં તમારે વધુ માત્રામાં તરબૂચનું સેવન કરવું જોઈએ. તે તમારા શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે કારણ કે તેમાં 92 ટકા પાણી હોય છે. આ ફળ અપચોની સમસ્યામાં પણ ખૂબ જ મદદગાર છે.

બેલનો રસ પણ ફાયદાકારક: 
તમે જોયું જ હશે કે જ્યારે ઉનાળો આવે છે ત્યારે બેલનો રસ વેચાવા લાગે છે. જો તમે ઉનાળામાં આ જ્યુસ પીશો તો તમને હીટસ્ટ્રોક નહી લાગે અને તમારું પેટ ઠંડુ રહેશે. તેથી તેને તમારા આહારમાં સામેલ કરવાનો જરૂર પ્રયાસ કરો.

ઉનાળામાં શેતૂર ખાઓ: 
શું તમે જાણો છો કે ઉનાળામાં શા માટે શેતૂર ખાવું જોઈએ? તેને ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ તમારાથી દૂર રહે છે. આ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ શેતૂર ફાયદાકારક માનવામાં આવે છે.

તમારા આહારમાં જામુનનો કરો સમાવેશ: 
તમને જણાવી દઈએ કે જામુનને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં વિટામીન-સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને ઉનાળામાં ફ્રેશ રાખવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તમારે જરૂર જમુનનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી તમને ગરમીથી રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *