સુરત(surat): સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર દેશના લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. હત્યા કેસનો આરોપી ફેનીલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. હાલ પોલીસ સમગ્ર મામલાની યુધ્ધના ધોરણે તપાસ કરી રહી છે. હાલમાં ગુજરાતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ અંગે ચારેકોર આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના મારા ગળું કાપીને નિર્દય હત્યા કરીને 21 વર્ષીય યુવતીનું મોત નીપજાવી દીધું હતું.
પોલીસ કસ્ટડી દરમ્યાન ફેનીલ ગોયાણી સામે ન્યાયિક કાર્યવાહીમાં દરમિયાન બે FSL અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી. જોકે, કોર્ટનો સમય પૂરો થતાં આજે દલીલો હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીષ્માની હત્યાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હતો અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હતો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી ન હતી. મોબાઇલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની ગઇકાલે જુબાની અપાઇ અપાઇ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ઈન્સ્ટાગ્રામ પર કરેલા મેસેજ સંદર્ભે વધુ એક એફએસએલના અધિકારીને સાક્ષી તરીકે આજે તપાસ્યા હતા. ત્યારબાદ બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.
આગામી તા.29મી માર્ચના રોજ મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આરોપી ફેનિલના ફર્ધર સ્ટેટમેન્ટ અને આ ઉપરાંત ત્યારબાદ 30મી માર્ચથી આ કેસમાં સરકારપક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે. ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો જે અંગે એફએસએલના અધિકારીની વધુ જુબાની લેવાઈ હતી.
હત્યાના વીડિયો સહિતના પુરાવામાં ચેડાં નથી થયા
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરાઈ હતી તે હત્યાનું મોબાઈલ કેમેરા શુટિંગ થયું હતું. જ્યારે હત્યા બાદ ફેનિલ દ્વારા તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, ‘મે ઓલીને મારી નાખી છે તું જલદી અહિયાં આવ.’ આ ઉપરાંત આરોપી ફેનિલે માનેલી બહેનને પણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને કહ્યું હતું કે, “હું આજે પેલીને મારી નાખવાનો” એવો મેસેજ કર્યો હતો. આ તમામ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેની સાથે કોઈ ચેડાં ન થયા હોવાની અધિકારીઓએ જુબાની આવી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.
યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.