નોઈડા(Noida)ના સેક્ટર-122 સ્થિત પર્થલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો(c)માં સુપરમેનની જેમ ઉડવાની કોશિશ કરતા બાળકનું મોત થયું હતું. ખાસ વાત એ છે કે આ બાળક 5 બહેનોનો એક માત્ર ભાઈ હતો.
મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ સુજીત છે. તે માત્ર 13 વર્ષનો હતો. તે ગળામાં દુપટ્ટો બાંધીને સુપરમેનની જેમ ઉડવાની કોશિશ કરતો વીડિયો બનાવી રહ્યો હતો. આ બનાવ વીડિયો બનાવવા દરમિયાન થયો હતો. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ખાસ વાત એ છે કે ઘરની બહેનોની સામે વીડિયો બનાવતી વખતે આ અકસ્માત થયો હતો. ત્યારે આ ઘટનાના કારણે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
View this post on Instagram
કહેવાય છે કે ઘટના 14 મેની છે. મૃતક સુજીતે સુપરમેનની નકલ કરવા માટે તેના ગળામાં દુપટ્ટો બાંધ્યો હતો અને તે બોક્સ પર ઉભા રહીને ઉડવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે બોક્સમાંથી કૂદકો માર્યો કે તરત જ તેના બોક્સની એક બાજુ દુપટ્ટો ફસાઈ ગયો. આનાથી તેનું પોતાનું ગળું દબાઈ ગયું, જેના કારણે તેનું મૃત્યુ થયું. તે જ સમયે, તેની બહેનો ઘટના સમયે વીડિયો બનાવી રહી હતી.
ફરુખાબાદ નિવાસી બૃજેશ અંદાજે સાત વર્ષ અગાઉ નોયડા આવી શહેરની ફેક્ટ્રીમાં સુરક્ષા કર્મચારી તરીકે નોકરી કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બૃજેશના બે ભાઈ દિલ્હીમાં નોકરી કરી રહ્યા છે. માસૂમ બાળકનાના મોત બાદ ઘરમાં માતમ છવાઈ ગયો છે. મૃતકના પિતાએ કહ્યું કે, ઘરનો એકનો એક ચિરાગ બુજાઈ જતા પરિવાર પણ આભ ફાટી પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.