સુરત(surat): આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. હાલમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી રહ્યા છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં આવીને મુસીબતને આમંત્રણ આપતા હોય છે. તાંત્રિકો તેમના તંત્ર મંત્રથી લોકોને પોતાની જાળમાં ફસાવીને ખરાબ કામ કરતા હોય છે.
આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતો પર લોકોને વિશ્વાસ છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફ વેઠે છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.
ગુજરાતમાં શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ શાળામાં લંપટ ગુરુ આસારામની આરતી ઉતારવાની ઘટના તાજી જ છે. ત્યાં સુરતમાં જિલ્લાની શાળામાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. બારડોલીની એક શાળામાં ભુવો બોલાવવામા આવ્યો હતો. એટલુ જ નહિ ભુવાએ 140 વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી હતી.
આ ઘટના બારડોલીમાં આવેલા મઢી ગામની વાત્સલ્યધામ આશ્રમ શાળાની છે. જયારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓની તબિયત એકસાથે બગડી ત્યારે શાળા સંચાલકોએ ડોક્ટરને બોલવાની બદલે ભૂવાને બોલાવ્યો હતો. તરાર બાદ ભૂવાએ કહ્યું કે, આ શાળામાં ભૂતનો પડછાયો છે અને ત્યાર બાદ શાળામાં વિધિ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના 140 જેટલા વિદ્યાર્થીઓેને પીંછી નાંખી હતી અને હાથમાં લાલ દોરો બાંધ્યો હતો.
આ ઘટના બનયા બાદ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. શું શિક્ષણના ધામમાં આ રીતે વ્યાપેલી અંધશ્રદ્ધા યોગ્ય કેવાય?, વિદ્યાર્થીનીઓની તબિયત શાળામાં ખરાબ થાઈતો ડોક્ટરને બદલે ભુવાને કેમ બોલાવ્યા હતા?, આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓની તબિયત બગડે તો જવાબદારી કોની? શું બાળકોને શાળામાં આ રીતે અંધશ્રદ્ધાના પાઠ ભણાવામાં અવી રહ્યા છે?, શું ગુજરાતનું ભવિષ્ય આવું અંધશ્રદ્ધાવાળું રહેશે? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.