સુરતથી અમદાવાદ લાખોનું ડ્રગ્સ મોકલનાર શખ્સ ઝડપાયો- જુઓ કેવા કીમિયા અપનાવી આપતો હતો અંજામ

સુરત(ગુજરાત): થોડા દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ 98 ગ્રામ અંદાજે 9.50 લાખનો જથ્થો પકડાયો હતો. આ ડ્રગ્સનો જથ્થો સુરતથી અમદાવાદ મોકલ્યો હોવાની માહિતી સુરત એસઓજી પોલીસને મળતાં પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે માહિતીના આધારે સપ્લાયરને પકડીને વધુ તપાસ શરુ કરી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદ શહેર એસ.ઓ.જી.એ ચાંદખેડા ત્રાગડ રોડ પર આવેલ આંનદ સ્કેવેર નામના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી એક રાજ્જાની યુવકને પ્રતિબંધીત મેફેડ્રોને ડ્રગ્સ વજન 98 ગ્રામ અંદાજે કિંમત 9.50 લાખ સાથે ધડપકડ કરવામાં આવી હતી. આ આરોપીની પાસેથી મળી આવેલ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર તરીકે આરોપી સ્વરૂપસિંહ ખુશાલસિંહ રાઠોડ નામ સામે આવ્યું હતું. તથા હાલ આ આરોપી સુરતમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને મળેલી માહિતીના અનુસાર, કડોદરા-સુરત હાઈવે રોડ વેડછા પાટીયા પાસે સપ્લાયર ઉભો હોવાની માહિતીના આધારે આરોપીને પકડવા પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરોપીની ધડપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે 2015થી ગોવામાં કલંગુટમાં આવેલ “રોયલ ટેસ્ટ ડ્રાઈફ્રુટ” નામની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારે ત્યા એક નાઈજેરીયન સાથે ઓળખાણ થઇ હતી. અને તેની પાસેથી થોડું-થોડું ડ્રગ્સ લઈ ગોવા ફરવા આવતા ટૂરીસ્ટોને વેચતો હતો. પરંતુ 2020માં લોકડાઉને કારણે તે પોતાના વતન ચાલ્યો ગયો હતો.

અગાઉ પકડાયેલા બાજુના ગામમાં રહેતા આરોપી સાથે મુલાકાત થઇ હતી. અને તે તેની સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો. પોતાની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેણે દિલ્હીથી નાઈજેરીયન પાસેથી ડ્રગ્સ લાવી વેચવાનુ શરુ કર્યું હતું. જેથી અમદાવાદ શહેર એસ.ઓ.જી. પોલીસને આરોપી વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી સોંપવા માટે કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *