વિધાતાના લેખ કોઈ બદલી શકતું નથી, આ કહેવતને સાર્થક કરતી ઘટના સુરત શહેરમાં બની છે. કહેવાય છે કે જોડી ઉપરથી બનીને આવે છે. તે પછી ભલે ને સાત સમંદર પાર હોય છતાં કોઈને કોઈ રીતે મિલાપ થઈ જાય છે. સુરતના દસ ભણેલા યુવકના પ્રેમમાં ફિલિપાઇનની વિદેશી છોકરી પડતા, પોતાનો દેશ છોડી ભારત આવી ગઈ છે. યુવક અને યુવતીના બંને પરિવારો પણ લગ્ન માટે સંમત થયા છે અને આવનારી 20મી નવેમ્બરે બંને પરણીય સૂત્રોથી બંધાઈ જશે. આવો જાણીએ કેવી રીતે સુરતના 10 પાસ યુવકે ફિલિપાઇનની ગોરી સાથે થયો પ્રેમ…
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ બીઆરટીએસ રોડ નજીકની સામે કલ્પેશ કાછડીયા રસ્તા પર પાનની કેબિન ચલાવે છે. કલ્પેશ જન્મથી જ દિવ્યાંગ છે. હાલ કલ્પેશ કાછડીયા ની ઉંમર 43 વર્ષની છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો આસોદર ગામનો કલ્પેશ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શક્યો છે. પરંતુ દિવ્યાંગ તાની તકલીફ પડતા અભ્યાસ છોડી પોતાના ગામમાં જ પાનની દુકાન શરૂ કરી હતી, અને છેલ્લા આઠેક વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે.
કેવી રીતે થયો પ્રેમ…
પોતાની અનોખી પ્રેમ કહાની વિશે જણાવતા કલ્પેશભાઈ કહે છે કે, મને નાનપણથી જ પાન માવાની દુકાન કરવાનો શોખ હતો. મારા પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે તેમાં હું સૌથી મોટો. મારી દિવ્યાંકતાને કારણે મને ક્યારેય લગ્નના વિચાર આવ્યા નથી. વર્ષ 2017માં મને રેબિકા ફાયોની facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, અને તે પછી ફ્રેન્ડશીપ એક્સેપ્ટ કરી અમારી બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ.
વધુમાં કલ્પેશભાઈ કહે છે કે, મને ફિલિપિન્સની ભાષા તો ઠીક સરખું અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવતા હતા. થોડા દિવસ તો મેં મારા મિત્ર અને ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યા પરંતુ પછીથી ગૂગલ ટ્રાન્સલેટની મદદથી હું તેને અંગ્રેજીમાં જવાબ આપતો થઈ ગયો.
કમરથી નીચેના ભાગેથી બંને પગથી દિવ્યાંગ કલ્પેશભાઈ એ જણાવ્યું કે, અમારી વચ્ચે ઘણી વાતો થતી. તેને મારા કપાળના લાલ ચાંદલા વાળો ફોટો ખૂબ જ ગમી ગયો અને મારા પ્રેમમાં પડી ગઈ. અને હું તેની પાસે કંઈ છુપાવવા માંગતો ન હતો. અને પછી મેં મારા જીવનની દરેક તકલીફો નો વિડીયો બનાવી તેને શેર કર્યો.
રેબેકાને મારી તમામ વાતોની જાણ હતી. છતાં રેબેકાએ કહ્યું, મને ભારતીય સંસ્કૃતિ, કલ્પેશ ની નિખાલસતા અને સચ્ચાઈના ગુણો સ્પર્શી ગયા. અને મેં તેની આજીવન સેવા કરવા લગ્ન કરવાનો નક્કી કરી લીધું. હજુ સુધી એકબીજા પ્રત્યે અમારે ક્યારેય અણનમો થયો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.