ખોડલધામના નરેશ પટેલ અને રમેશ ટીલાળા અમદાવાદ પહોંચ્યા- ટિકિટ માંગતા BJPના દિગ્ગજ નેતાને પત્તું કપાવવાનો ડર

ગુજરાત(Gujarat): તાજેતરમાં જ નરેશ પટેલ(Naresh Patel)ની દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઇ ગઈ છે. ત્યારે હવે રાજકોટ ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણમાં હલચલ તેજ બની છે. નરેશ પટેલ અમદાવાદ આવતાં ફરીવાર ચર્ચાઓને નવો વેગ મળી ગયો છે. એમાં પણ વળી નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા(Ramesh Tilala) પણ અમદાવાદ આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રમેશ ટીલાળાએ ભાજપ(BJP)માં રાજકોટ દક્ષિણ બેઠકની ટિકિટની માંગ કરી છે. જોકે નરેશ પટેલે અમદાવાદમાં કોની સાથે મુલાકાત કરી તે હાલ લોક મુખે એક ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બની ગઇ છે. કારણ કે રાજકોટની દક્ષિણ બેઠક માટે ખોડલધામે લોબિંગ શરૂ કરી દીધું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા દ્વારા દાવેદારી કરવામાં આવી છે. નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ વિશ્વાસુ સૂત્રો જણાવી રહ્યાં છે. ખાસ ચાર્ટડ પ્લેન દ્વારા અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. અમે તમને જણાવી દઇએ કે, રાજકોટની દક્ષિણ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ લોબિંગ કરી રહ્યાં છે.

PM મોદીને મળવા ગયા હતા નરેશ પટેલ:
જો વાત કરવામાં આવે તો રાદડિયાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા સંબોધ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી અને પ્રવીણ પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. જે બાદ અનેક અટકળો વહેતી થઈ જવા પામી હતી. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે, એવું તે અચાનક શું બન્યું કે નરેશ પટેલ છેક દિલ્હી મોદીને મળવા પહોંચી ગયા હતા. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

જો વાત કરવામાં આવે તો હવે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. જણાવી દઈએ કે, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *