સુરતમાં અવાર-નવાર નકલી પોલીસનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે હાલમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરુ કરીને કૉફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં એકાંતમાં બેસી કોઈ જોઇ ન શકે તેવી બંધ કેબિન એટલે કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કમાં એમબી સ્પામાં અઠવાડિયા પહેલા ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવી નકલી પોલીસે સ્પાના માલિકને કહ્યું, “તેરે ખીલાફ ઉમરા પોલીસ સ્ટેશન મે કમ્પલેઇન હોગી, તું ઉમરા પોલીસ થાને આ જાના” એમ કહીને દમ મારી 30 હજાર રૂપિયા પડાવ્યા હતા.
સ્પા સેન્ટર પરથી જતા-જતા નકલી પોલીસે માલિકને કહ્યું, “મેને તેરા નંબર લે લીયા હૈ, મે તુજે ફોન કરૂગા, મેરા નંબર સેવ કર લેના ઔર તુજે કોઈ તકલીફ હો તો મુજે કોલ કર લેના યા કોઈ ઉમરા પોલીસ થાને સે આયે તો મુજે બતાના” આ ઘટના પછી સ્પાના માલિક અમિત રાયએ મિત્રને વાત કરતા મિત્રએ નકલી પોલીસ હોવાની વાત જણાવી હતી.
16મી તારીખે બપોરે બીજી વખત નકલી પોલીસના ડ્રેસમાં આવેલી યુવતીએ પોતે ઉમરા PSI હોવાનું કહીને કહ્યું, ‘આજ કીતના ધંધા હુઆ, લા તેરી ડાયરી લા’ ત્યારે સ્પાના માલિકે કહ્યું કે, ‘ધંધો થયો નથી એટલે ડાયરી ન બતાવું, જેથી ધમકી આપી કે તું મેરે કો જાનતા હૈ, મે કોન હું’ કહેતા સ્પાના માલિકે કહ્યું, સબકો ડબ્બે મે લેલે, સ્ટાફે પણ પોલીસ સ્ટેશને જવાની વાત કરતા નકલી પોલીસે કહ્યું, હમ તુજે યહાં જીંદા નહી રહને દેગે, કહી મારામારી પર ઉતરી આવ્યા હતા. સ્પાના કર્મીએ 100 નંબર પર જાણ કરતા ઉમરા પોલીસ દોડી આવતા યુવક- યુવતી ભાગી ગયા હતા. જ્યારે નકલી પોલીસ અને તેનો સાગરિત ઝડપાઈ ગયા હતા.
સ્પાના માલિક અમિતે ફરિયાદ આપતા પોલીસે નકલી PSI માયા ભગુ સહીડા (30)(રહે, પરિમલ સોસા, વરાછા) અને ચિરાગ હિમ્મત સરવૈયા(26)(રહે,સપના સોસા,વરાછા)ની ધરપકડ કરી છે. જયારે રિધ્ધી નામની યુવતી જે નાનપુરામાં રહે છે અને તેણે મહિલા પીએસઆઈ હોવાની વાત કરી હતી તે અને તેની સાથે એક યુવક પણ હતો. આ બન્ને હાલમાં પોલીસ પકડથી ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.