સુરત(Surat): આપણને સૌને ખબર છે કે, અવાર નવાર અપહરણના કિસ્સાઓ અને સોપારી આપવાના ગુન્હાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ રાતોરાત જ ગાયબ થઇ જાય છે અને પોલીસના હાથે નથી આવી શકતા અને નાસી છૂટવામાં સફળ રહે છે અને પોલીસને ઘણા બધા વર્ષો પછી તેની જાણ થાય છે અને આરોપીને પકડવામાં સફળ થાય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે.
સુરત શહેરમાં 22 વર્ષ પહેલા અપહરણ અને સોપારી આપવાના ગુનામાં 3 આરોપીઓ રફુચક્કર થઇ ગયા હતા અને પોલીસની ખુબ શોધખોળ દરમિયાન છતાં તેમનો અતોપતો લાગો ન હતો. પરંતુ આજે આ અપહરણ અને સોપારી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાંચ સફળ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ ત્રણ આરોપીઓની ધરપકડ મધ્યપ્રદેશના મુરૈનાથી કરવામાં આવી છે. આ આરોપીઓ વર્ષ 1999 થી ફરાર હતા અને આજે ક્રાઈમ બ્રાન્ચને આ આરોપીઓને પકડવામાં સફળ રહી છે. આ ત્રણ આરોપીઓમાં ગૌતમ કુસવાહ, શ્રીકૃષ્ણસિંહ કુસવાહ અને રામરૂપ કુસવાહની મધ્યપ્રદેશના મુરૈનાથી ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.