સુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…

સુરત(ગુજરાત): હાલ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, સુરતમાંથી પણ સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન, હવે વધુ એક ઘટના સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. જેમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીરમાં રહેતો નરાધમ પ્રશાંત લક્ષ્મણ મોરે છૂટક મજૂરી કરતો હતો. તેના ઘર પાસે રહેતી એક બાળકી પર તેણે દાનત બગડી હતી.

જાણવા મળ્યું છે કે, આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને તેની સામે પોક્સો એક્ટ અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે પીડિત બાળકી ઘર નજીક રમતી હતી ત્યારે નરાધમ પ્રશાંતે ચાર વર્ષની માસૂમ પર દાનત બગાડી હતી. છોકરીને રમાડવાને બહાને તેના ઘરેમાં લઈ ગયો હતો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. આ સમયે બાળકીની માતાએ બાળકી શોધવા માટે બૂમાબૂમ કરી હતી જેથી યુવાન ડરી ગયો હતો અને બાળકીને મૂકીને ઘરની બહાર ભાગી ગયો હતો.

આ દરમિયાન, બાળકીના કપડાં અસ્તવ્યસ્ત હોવાને કારણે માતાને બાળકી સાથે કંઈક અજુગતું બન્યું હોવાનું લાગતા ઘરે જઈને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં બાળકીએ પ્રશાંત મોરેએ શારીરિક અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીની માતા તાત્કાલિક બાળકીને લઇને પોલીસમાં મથકે પહોચી હતી અને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા આ મામલે આરોપી પ્રશાંત મોરે વિરુદ્ધ 354(એ) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં દર બે ત્રણ દિવસે આવી ઘટના સામે આવે છે. હવે બાળકી સાથે અડપલાંની ઘટના બનતા હોબાળો મચ્યો હતો. પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી અટકે તે માટે લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *