હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના (Corona) વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ (Plasma Donation) કરવા સુરતીઓ સમગ્ર રાજયભરમાં મોખરે રહ્યા છે. ત્યારે આજે ફરી વધુ એક વખત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધી છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારો (Diamond Workers)એ પ્લાઝમાં ડોનેટ કરી માનવતા દર્શાવી છે.
દરેક કાર્યમાં પ્રથમ ક્રમે રહેલું સુરત હવે 514 વ્યક્તિઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કતારગામની ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કાર્યકર્તા જયેશભાઈ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતી સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની જરૂરીયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હૉસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો તા.30 મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 દિવસ હોમ આઈસોલેટ રહીને કોરોને મ્હાત આપી હતી અને 28 દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું.
કોરોના વચ્ચે પણ માનવતા મહેકાવનાર ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કામ કરતા જયેશભાઈ મોણપરાએ કહ્યું કે, કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બૂઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા છે.
કોરોના વચ્ચે પણ માનવતા મહેકાવનાર ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કામ કરતા 38 વર્ષિય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલીકે મને પ્રેરીત કર્યો કે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યકિતમાં એન્ટીબોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે. જેથી મે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP