સુરતની પીપલોદ વિસ્તારમા આવેલી ભારતીમૈયા કોલેજની હોસ્ટેલમા ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જો કે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે અંગે હજી સુધી જાણી શકાયુ નથી.
સુરતના કામરેજ તાલુકામા રહેતા નરેશ કલેઠા રત્નકલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમા ત્રણ દિકરીઓ છે. જે પૈકી ડીમ્પલ નામની દીકરી સુરતના પીપલોદ સ્થિત ભારતીમૈયા કોલેજમા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીમા પાચમા સેમેસ્ટરમા અભ્યાસ કરતી હતી.
સોમવારે જ નરેશભાઇ ડિમ્પલને હોસ્ટેલમા મુકવા ગયા હતા. બાદમા શુક્રવારે હોસ્ટેલમા રુમ પાર્ટનરને પોતાને સારુ ન હોય કહી તે કોલેજ ગઇ ન હતી. બાદમા તેમની રૂમ પાર્ટનર પરત ફરતા રૂમનો દરવાજો બંધ હતો. જે ખખડાવતા ડિમ્પલે દરવાજો ખોલ્યો ન હતો. આખરે તેણીની મિત્ર રૂમની બારી તોડી અંદર પ્રવેશી હતી. તેણે જોયું કે, ડિમ્પલ ફાંસો ખાધેલી હાલતમા હતી. આ જોતા જ અન્ય સાથીદારોમા પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો.
બનાવ અંગે જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જો કે ડિમ્પલે કયા કારણોસર આપઘાત કર્યો હતો તે અંગે પોલીસ જાણી શકી નથી. પીએમ માટે યુવતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.