સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો સેલ ગળી જતા સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી કરી સેલ બહાર કાઢયો હતો. ઉન પાટીયા તેજલ નગરમાં રહેતા અમજદ કુરેશીનો 1 વર્ષનો પુત્ર હસનેન શનિવારે સાંજે પોતાના ઘરમાં રમતા રમતા રમકડાનો બટન સેલ કાઢીને ગળી ગયો હતો.
ત્યારબાદ તેને ગળામાં તકલીફ થવા માંડતા રડવા માંડ્યો હતો. માતા અને પાડોશમાં રહેતા સઇદભાઈને જાણ થતા તેમણે સેલ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ ન થતા નજીકના દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરી હતી. જો કે, સેલ ગળામાં અંદર ફસાયો હોવાથી ઘર નજીકના તબીબે જોખમ લેવાનું ટાળ્યું હતું અને માસુમ હસનેનને સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.
સિવિલ હોસ્પિટલમાં તેને તાત્કાલિક નાક, કાન, ગળાના વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઈએનટી વિભાગના સિનિયર રેસીડન્ટ ડોક્ટર ભાવીક પટેલે હસનેનનો એક્ષ-રે કરાવ્યો તો તેમાં ગળામાં રમકડાનો સેલ ગળાની પાસે અન્નનળીની શરૂઆતના ભાગમાં જ ફસાયેલો હોવાની જાણ થઈ. ત્યાર બાદ ડો.ભાવિકે આસિસટન્ટ પ્રોફેસર ડો.આનંદ ચૌધરીને જાણ કરી હતી.
ડો. આનંદ ચૌધરીએ તાત્કાલિક દુરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કર્યુ. ડો. આનંદ, ડો.ભાવીક, ડો.રાહુલ પટેલે એનેસ્થેસિયા વિભાગને ઓપરેશનની જાણકારી આપી. હસનેનને રાત્રે 11:00 વાગે બેભાન કરી તબીબોએ દુરબીનની મદદથી ઓપરેશન કરી થોડા સમયમાં સેલ બહાર કાઢી લીધો.
ડોક્ટરોએ જણાવ્યું કે આશરે અઢી એમએમનો સેલ નિકળ્યો હતો. બાળકની તબિયત સારી છે અને રજા પણ આપી દેવામાં આવી છે. ઉન વિસ્તારમાં અમજદ કુરેશી પરિવાર સાથે છે અઢી વર્ષના લગ્ન જીવનમાં હસનેન પહેલું જ બાળક છે. 1 વર્ષનો હસનેન ગત રોજ શનિવારની સાંજે 6.40 કલાકે રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો હતો.
પાડોશી સઇદભાઈ અહેમદભાઈ રાંદેરવાળાની નજર પડતા બુમાબુમ કરી હતી. તાત્કાલિક મોઢામાં આંગળી નાખી તપાસ કરતા કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી.
108માં 1 વર્ષના હસનેન અમજદ કુરેશીને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. બાળકોના નિષ્ણાત તબીબોએ તમામ રિપોર્ટ અને એક્સ-રે આધારે કોઈ ધાતુ ગળામાં હોવાનું નિદાન કરી રાત્રે 12:30 વાગે દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો. લગભગ અઢી એમએમનો સેલ ગળી જનાર હસનેનની તબિયત સાધારણ છે.
હાલ ડોક્ટરોએ હસનેનને રજા આપી મંગળવારે તપાસ માટે બોલાવ્યો છે. પિતા મજુરી કામ કરટા હોવાનું અને મૂળ મહારાષ્ટ્ર ના હોવાનું જાણવા મળ્યું છે. જાગૃતતા અને સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો.
ડો.ભાવિકે જણાવ્યું કે, બાળકના ગળામાં સેલ અન્નનળીમાં ફસાયેલો હતો. સેલ શરીરની અંદર થોડા સમય બાદ લાર અને એસીડ ભેગુ થવાના કારણે ઓગળવા માંડે છે. હસનેનના કેસમાં માતા પિતા તરત હોસ્પિટલ લઈ આવતા સેલ બહાર કાઢયો હતો. આ ઓપરેશન વિનામુલ્યે કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle