સુરત: હેલ્મેટ ન પહેરવા બદલ એક્ટિવા ચાલકને મળ્યો રૂ. 25,000નો મેમો

Published on: 10:39 am, Tue, 4 December 18

જ્યારે વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેની સાથે મેમો સ્વરૂપે દંડ વસુલવામાં આવે છે. સુરતના એક વાહન ચાલકને પણ આવ જ પ્રકારે મેમો ઘરે આવ્યો હતો. પરંતુ વાહન માલિકે જ્યારે મેમાની રકમ જોઇ ત્યારે ચોંકી ગયો હતો. કારણે કે આ રકમ 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા નહીં પરંતુ પુરા 25,000 હતા.

આમ રૂ.20,000ના એક્ટિવા ધારકને રૂ. 25,000નો મેમો મળ્યો હતો. આટલી મોટી માતબર રકમનો મેમો મળતા એક્ટિવા માલિક હસમુખભાઇ હાલ ચિંતામાં આવી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં હસમુખભાઇ નામના વ્યક્તિ પાસે GJ 5- H 8955 નંબરનું એક્ટિવાર છે. હસમુખભાઇને આજે ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.25,000નો મેમો મોકલવામાં આવ્યો છે.

હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો મોકલવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે વર્ષ 2016, 2017, 2018ના મેમો કાઢ્યા હતા. અને એડ્રેસ ચેન્જ થતા નવા એડ્રેસ ઉપર આ મેમો પહોંચાડ્યા હતા.

નવાઇની વાત તો એ છે કે, રૂ.20,000ના એક્ટિવાની કિંમતની સાથે પોલીસે રૂ. 25,000નો મેમો આપ્યો છે.

જોકે, રૂ. 25,000 રકમનો મેમો આવતા એક્ટિવા માલિક હસમુખભાઇ ચિંતામાં આવી ગયા છે.

Be the first to comment on "સુરત: હેલ્મેટ ન પહેરવા બદલ એક્ટિવા ચાલકને મળ્યો રૂ. 25,000નો મેમો"

Leave a comment

Your email address will not be published.


*