રોંગ સાઈડ જતાં વાહન ચાલકોને અટકાવતા પીયુશ ધાનાણીને લોકોએ માર્યો

Piyush Dhanani beaten by Surat Public: ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા પિયુષ ધાનાણી સાથે સુરતની જનતાએ મારામારી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા…

Piyush Dhanani beaten by Surat Public: ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા પિયુષ ધાનાણી સાથે સુરતની જનતાએ મારામારી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દરરોજની જેમ આજે પણ પિયુષ ધાનાણી શહેરમાં જાહેર માર્ગ પર લોકોને રોંગ સાઈડ પર આવતા અટકાવી રહ્યા હતા ત્યારે અમુક વાહનચાલકો બેફામ બનીને મારામારી(Piyush Dhanani beaten by Surat Public) પર ઉતરી આવ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડીયોમાં સુરતના કોઇ જાહેર માર્ગ પર લોકોનું ટોળું ઉભેલું જોવા મળે છે. પિયુષ ધાનાણી અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓ કંઈક માથાકૂટ કરી રહ્યા છે અને એક વાહનચાલક પિયુષ ધાનાણી પાસે પોતાની ગાડીની ચાવી માંગતો જોવા મળી રહ્યો છે. જ્યારે ધાનાણી એક વ્યક્તિને પોતાનો મોબાઈલ ન અડવા માટે કહે છે. દરમ્યાન, તેઓ ‘મારી વાત સાંભળો, રોંગ સાઈડમાં જવા….’ એટલું બોલે છે ત્યાં મારામારી શરૂ થઈ જાય છે અને એક વ્યક્તિ માથામાં તેમને ટપલી મારે છે.

પિયુષ ધાનાણી આસપાસના વ્યક્તિઓને કહે છે કે, વાહનચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો અને જેથી તેમની સામે તેમણે તેમને સમર્થન આપવું જોઈએ. આ જ સમયે પાછળથી કોઈ વ્યક્તિ તેમને લાત મારે છે. તેઓ ચાવી ન આપતાં ફરીથી માથાના ભાગે અને મોંના ભાગે તમાચા મારી દે છે.

ત્યારબાદ પિયુષ ધાનાણીએ ચાવી આપી દેતાં વાહનચાલક મોપેડ લઈને ચાલવા માંડે છે પરંતુ પિયુષ ફરી તેમને રોકે છે. પરંતુ વાહનચાલક વાહન હંકારવા માંડે છે. આ જ સમયે ત્યાં ઊભેલો એક વ્યક્તિ તેમને વાળ પકડીને ખેંચી કાઢે છે અને નીચે પાડી દે છે. પરંતુ ધાનાણી ફરીથી ઉઠીને વાહનચાલકને રોકવા માટે પાછળ દોડે છે અને અટકાવી દે છે.

આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અમુકનું કહેવું છે કે આ રીતે મારામારી ન કરવી જોઈએ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાં એ ખોટું છે તો બીજી તરફ અમુક લોકો પિયુષ ધાનાણીના વર્તનને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *