સુરતમાં પિતાના તરછોડયા બાદ માતાનું પણ મોત, નવજાત બાળકે એકસાથે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

સુરત(ગુજરાત): સુરતના સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital, Surat)માં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના બધાના આંખોમાં આંસુ લાવી દે તેવો છે. આ બનાવમાં માસુમ બાળક(Innocent child)ને જન્મ આપ્યાની થોડાક જ સમયમાં માતાનું મૃત્યુ થયું હતું. જેના લીધે માસુમ બાળકની સાર સંભાળને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. એટલું જ નહીં, બાળકના પિતા પણ માતાના અવસાન પછી અન્ય બે બાળકોને હોસ્પિટલ(Hospital)માં જ મૂકીને ભાગી ગયા હતા. હોસ્પિટલ દ્રારા આ બે બાળકોને કાનૂની પ્રક્રિયા કરી બાળ સુરક્ષાગૃહ(Child protection home)માં મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ નવજાત બાળક માટે સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital)નો સ્ટાફ આવા સંજોગોમાં મા યશોદા(Maa Yashoda) બની ગયા છે.

મળતી મહિતી મુજબ, 4 મહિના પહેલા લસકાણા ડાયમંડ નગરમાં રહેતા પતિ કનૈયાલાલ પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન પત્ની રંજન દેવી કનૈયાલાલ સિંહ ગર્ભવતી હતી. બે બાળકોને સહિત ગર્ભમાં ઊછરતા બાળકને રંજન દેવી ઉછેરી રહી હતી. જોકે અચાનક શનિવારે બપોરે રંજન દેવીને પ્રસુતીની પીડા થવા લાગી હતી. તેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તે દરમિયાન રંજન દેવીએ માસુમ બાળકને જન્મ આપતાની સાથે જ તેનું મૃત્યુ થયું હતું.

જેના લીધે 12 વર્ષીય પુત્રી અને 10 વર્ષીય પુત્ર પણ નિરાધાર બની ગયા હતા. માસૂમની આ વ્યથા જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ કંપી ગયો હતો. સ્મીમેર હોસ્પિટલના સ્ટાફે આ અંગે પોલીસની મદદ લઇને બાળકોના પિતાનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે કોઈ જાણ ન થતા પોલીસની મદદથી કાનૂની પ્રક્રિયા કરીને બે બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપ્યા હતા.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે માસુમ બાળકને એનઆઈસિયું વોર્ડમાં સારવાર શરૂ કરી છે. ત્યારબાદ વર્ષ 2008થી હોસ્પિટલમાં કાર્યરત મા યશોદા હ્યુમન મિલ્ક બેંકમાંથી બાળકને પોષણયુક્ત દૂધ આપી મા યશોદા તરીકેની ફરજ નિભાવી હતી. હાલ માસુમ બાળકીને યોગ્ય દેખરેખ પણ હોસ્પિટલમાં ફરજ બજાવતી પરિચારિકા, ડૉક્ટરર્સ સહિતનો સ્ટાફ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *