કહેવાય છે કે ભગવાન અને માતાજી તો ભાવના ભૂખ્યા છે. પરંતુ ભગવાનના મંદિરોનો વહીવટ કરતા કહેવાતા ભક્તો હવે વેપારી બની ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ વધી રહી છે. ત્યારે સુરતનો અંબિકા નિકેતન ટ્રસ્ટ (Ambika Niketan Trust) સંચાલિત અંબાજી (Ambaji, Surat) મંદિરમાં લાઈનમાં ન ઉભા રહેવાના સો રૂપિયા ઉઘરાવતું હોય તેઓ આક્ષેપ થતાં સુરતમાં ચકચાર મચી છે.
વિગતે વાત કરીએ તો સુરતના શ્રી અંબિકા નીકેતન ટ્રસ્ટ સંચાલિત Surat Ambaji Mandir અંબાજી મંદિરમાં એક ભક્તે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપ મૂક્યો છે. જેમાં કહેવાયું છે કે મંદિરની સામે આવેલા એક સ્ટોલ પરથી એક્સપ્રેસ દર્શન માટે મંદિરના ટ્રસ્ટને સો રૂપિયા આપીએ તો સ્લીપ આપીને લાઈન વગર દર્શન કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ મૂકનાર યુવાન સાથે વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, તેને ઉતાવળ હોવાથી પોતે પૈસા ભરીને આ હકીકત ની ખરાઈ કરી હતી અને ખરેખર સો રૂપિયા લઈને માતાજીના દર્શન કરવા માટે લાઈન વગર સીધા ઉપર જવા દેવામાં આવે છે તે ખરાઈ તેણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે આવી રીતે દલાલો દ્વારા દર્શન કરાવવાના કિસ્સા દેશના ખ્યાતનામ મંદિરોમાં અવારનવાર સામે આવી ચૂક્યા છે. શિરડી સાઈબાબા હોય કે મથુરામાં કૃષ્ણ જન્મસ્થાનના જેલ દર્શન, વૃંદાવનના મંદિરોમાં એક્સપ્રેસ લાઈન માટે ગાઈડના નામે પૈસાની વસૂલાત થતી હોય છે. ત્યારે હવે ખમીરવંતા ગુજરાતના મંદિરોમાં પણ યુપી બિહારની સીસ્ટમ પૂછવાની પેરવી થઈ રહી છે કે શું?
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સો રૂપિયા ની સ્લીપ માં અંબિકા નિકેતન ટ્રસ્ટ નો રસીદ નંબર અને પાવતી આપવામાં આવી છે. જેનાથી લાઈન વગર માતાજીના દર્શન માટે સીધી એન્ટ્રી મળી જાય છે. ત્યારે શું અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ માતાજીના નામે વેપાર કરી રહી છે કે શું? શું અંબિકા નિકેતન મંદિરમાં માતાજી અમીરો માટે જ દર્શન દાન આપશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.