સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં વધું એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોડપે નોંધાયો છે, જેમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીના મોબાઇલ ફોન પર બબ્બે વખત કોલ કરી હેરાન કરનારને પરણિતાનો પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપનાર પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો. જોકે કારખાના માલિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ ટૂંકી સારવાર બાદ કરુંણ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતમાં સતત દરરોજ હત્યા અને હત્યના પ્રયાસના ગુના દાખલ થઈ રહ્યા છે, ત્યારે ગતરોજ એકજ દિવસમાં પોલીસ ચોપડે હત્યાની બીજી ઘટના નોંધાઈ છે. સુરતના કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામી પોતાના પરિવાર સાથે અમરોલી વિસ્તારમા આવેલ કોસાડ આવાસમાં રહે છે.
જોકે, આ કારખાના માલિક એવા રામુનીની પત્ની કવિતાના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પરંતુ કવિતાએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતા કવિતાએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુનઃકોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું.
પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો. જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો. આ બાબતની અદાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતા. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતા વેંત આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા.
છરા વડે પેટમાં ઉંડો ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા ઉપરાંત ગળા, મોંઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જેથી પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડયા હતા. પરંતુ લાકડાના ફટકા વડે માતા-પુત્રને પણ માર માર્યો હતો અને રામુના ગળામાંથી 25 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઘટનાને પગલે દોડી આવેલા પડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. પરંતુ તબીબોએ રામુને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ પૈકી બે ની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle