સુરતમાં 11 વર્ષના બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, 15થી વધુ બચકા ભરતાં ગંભીર ઇજા

7 dogs attack an 11 year old child in Surat: સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત જ છે. સુરતના ઉમરગામમાં એક 11 વર્ષની બાળક પર ૧૦ થી ૧૫ શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ છે, બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જે બાદ વધુ સારવાર માટે બાળકને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.(7 dogs attack an 11 year old child in Surat) કહેવામાં આવી રહ્ય છે કે, શાળાએ જતી વખતે શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. જો કે હુમલાની ઘટના સામે આવ્યા બાદ પાલિકાની ડોગ પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચી ૧૦થી વધુ શ્વાનને પકડી પાડ્યા હતા.

11 વર્ષના બાળક ઉપર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો

સુરત શહેરમાં વારવાર બનતી શ્વાનની ઘટના સામે પાલિકા પણ હારી ગઈ છે. નાના બાળકો પર શ્વાનના હુમલાની અનેકો ઘટના સામે આવતી હોય છે. ત્યારે ઉમરગામમાં એક બાળકને શ્વાનના ટોળાએ(7 dogs attack an 11 year old child in Surat) પીંખી નાખી હતી. જયારે બાળક સ્કુલે જવામાં માટે ઘરેથી નીકળ્યું ત્યારે રખડતા ૧૦ થી ૧૫ શ્વાનને બાળક પર હુમલો કરી દીધો હતો. બાળકની ચીચાયરી સાંભળી આસપાસના લોકોએ શ્વાનના ચુંગાલમાંથી બાળકને બચાવ્યો હતો.

ઉમરાગામમાં શ્વાનનો આતંક યથાવત

શ્વાનના ટોળાના હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. સુરત શહેરમાં આ પહેલા પણ અનેક શ્વાનના હુમલાની(7 dogs attack an 11 year old child in Surat) ઘટના સામે આવી છે. જેમાં કેટલાક માસુમ બાળકોના મોત પણ નીપજ્યા છે. જો કે વાંરવાર બનતી આવી ઘટનાની અસર તંત્ર પર નથી પડી રહી તેમ લાગી રહ્યું છે. રખડતા શ્વાનને પકડવાની કેટલીક ફરિયાદ SMCને કરવામાં આવી હતી. જો કે, SMCએ ફક્ત રખડતા શ્વાનને પકડી જઈ ખસીકરણ અભિયાન હેઠળ શ્વાનને ન કરડવાના ઈન્જેકશન આપી દેતા હોય છે. છતાં પણ શહેરમાં શ્વાનના હુમલાની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી.

ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ…

જો કે આ ઘટના બન્યા બાદ પાલિકાની ટિમ મોડેથી જાગી છે. વિદ્યાર્થી પર શ્વાનના હુમલાની(7 dogs attack an 11 year old child in Surat) ઘટના બન્યા બાદ પાલિકાની ડોગ પકડવા માટેની ટીએમ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવનારે જણાવ્યું હતું કે બાળક જયારે શાળાએ જઈ રહ્યું હતું તે સમયે ૧૫ જેટલા કુતરાએ બાળક પર હુમલો કર્યો હતો. જે બાદ પાલિકાની ડોગ પકડવાની ટીમેં સ્થળ પર પહોંચી ૧૦ જેટલા કુતરા પકડી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *