ગુજરાત(Gujarat): સુરત(Surat)ની કિરણ હોસ્પિટલ(Kiran Hospital)થી મુંબઈનું 292 કિલોમીટરનું અંતર હવાઈ માર્ગે 75 મીનીટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યના બુલધાના(Buldhana)ની વતની 35 વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામી રહેલ સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી(Organ Donor City Surat) તરીકે પ્રખ્યાત થઇ રહ્યું છે.
લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ કનુભાઈ વશરામભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરીને એક સાથે પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને અને અન્ય લોકોને નવી દિશા બતાવી છે. સુરત શહેરમાં હાથનું દાન કરવાની આ બીજી ઘટના છે. અત્યાર સુધી મુંબઇ શહેરમાં આવાં પાંચ બનાવ બની ચુક્યા છે જ્યારે દેશમાં હાથ ડોનેટ કરવાના 20 બનાવ બન્યા છે.
ભાવનગર શહેરનાં રૂપાવટી ગામનાં વતની અને સ્નેહમુદ્રા સોસાયટી, મોટા વરાછામાં રહેતા કનુભાઈને મંગળવાર 18 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 કલાકે લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડોક્ટર હીના ફળદુની સારવાર અંતર્ગત દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ઇન્ટરવેશનલ રેડીઓલોજીસ્ટ ડોક્ટર જીગર આહયા દ્વારા સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કરવામાં આવ્યો હતો.
ગુરુવાર તારીખ 20 જાન્યુઆરીના રોજ કિરણ હોસ્પીટલના તબીબીઓએ કનુભાઈ પટેલને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક કોન્ટેક્ટ કરી કનુભાઈનાં બ્રેઈનડેડ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
ડોનેટ લાઈફની ટીમ દ્વારા હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું, કે તમે તમારા સ્વજનના કિડની અને લિવરનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે માટે તેમના પરિવારને અને તમને વંદન છે લાખો સલામ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.