“જેન્તી એકલેરા મોટો ચિટર છે” કોણે લખી સુસાઈડ નોટ? હજુ સુધી પોલીસ શા માટે તપાસ નથી કરી રહી?

ગુજરાત(Gujarat): ગત તારીખ 2 માર્ચના રોજ અમદાવાદ(Ahmedabad) શહેરમાં જાહેરમાં જ આપઘાત કરવાનો બે વખત પ્રયત્ન કરનારા સુરત(Surat)ના સિદ્ધેશ્વર કોર્પોરેશન(Siddheshwar Corporation)ના બિલ્ડર અશ્વિન ચોવટીયા(Ashwin Chovatiya) આપઘાત કેસમાં મોટો ધડાકો થયો હોવાનું સામે આવ્યું છે અવધ ગ્રુપ(Avadh Group)ના ભાગીદાર જયંતિ બાબરીયા ઉર્ફે જેન્તી એકલેરા (Jayanti Eklera Builder) સામે સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

જો વાત કરવામાં આવે તો 800 કરોડના સુમિત ગોએન્કાના કૌભાંડમાં બિલ્ડર જેન્તી એકલેરાના શંકાસ્પદ વ્યવહારોનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટના આધારે સાચા સાબિત થઇ રહ્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ફુલેકાબાજ સુમિત ગોએન્કાનો 800 કરોડના કૌભાંડના સેન્ટરમાં પણ જયંતિ ઇક્લેરા હોવાની વાતને સમર્થન મળ્યું છે. જે દરમિયાન એક વિડિઓ દ્વારા સુમિત ગોએન્કાએ અવધ ગ્રુપના જેન્તી એકલેરા વિરુદ્ધ 200 કરોડ ખાઈ જવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. અમદાવાદ અને સુરતની આ બંને જુદી જુદી ઘટનાનો છેડો હવે અવધ ગ્રુપના જેન્તી એકલેરા સુધી પહોંચતા સમગ્ર રાજ્ય અને શહેરના બિલ્ડર આલમમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીડિત બિલ્ડર અશ્વિન ચોવટીયાના 21 કરોડ રૂપિયાની સંપત્તિ અવધ ગ્રુપના ભાગીદાર જયંતિ ઇક્લેરા,બ્રોકર ગુડ્ડુ પોદ્દાર કે જેનું નામ સુમિત ગોએન્કાના 800 કરોડ કરતા વધુના જમીન સંબંધિત વ્યહવારોમાં સંકળાયેલું છે તેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપઘાતકરવા મજબૂર થયેલા મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ અમદાવાદ ખાતે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે અને તેમની તબિયત નાજુક હોવાના સમાચાર વચ્ચે આજરોજ આ મોટો ધડાકો થતા શહેરના પ્રબુદ્ધ,સામાન્ય નાગરિકો અને ખુદ ધંધો-વેપાર કરતા વર્ગમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જો વાત કરવામાં આવે તો બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાઇરલ કરી તેમને બે વખત આપઘાતના પ્રયાસ કર્યા હતા.જેની પાછળ જવાબદાર જેન્તી એકલેરા અને તેના સાગરીતો દ્વારા જે પ્રકારે ધાકધમકીઓ અને દાબદબાણ આપી અશ્વિન ચોવટીયાની 21 કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.તેમજ આખા પ્રકરણમાં મરણોત્તર આરોપો કરવામાં આવ્યા છે.

આ સુસાઇડ નોટમાં જયંતિ બાબરીયા ઉર્ફે જેન્તી એકલેરા અને તેમની સાથે જમીનના ધંધામાં સંડોવાયેલા અન્ય સાગરીતો કે જેમના દ્વારા સતત અશ્વિન ચોવટીયા અને તેમના પરીવારને જમીન-સંપત્તિ પચાવી પાડવા ધાકધમકીઓ આપવામાં આવતી હતી,જેના કારણે અંતે બિલ્ડર અશ્વિન ચોવટિયાએ દોઢ વર્ષ પહેલા સુરત છોડી પરીવાર સાથે અમદાવાદ રહેવાનું શરુ કર્યું હતું પરંતુ તેમ છતાં તેમને અને તેમના પરીવારને જયંતિ ઇક્લેરા અને તેના સાથીઓ દ્વારા ધાકધમકી આપી હતી અને પરીવારને મારી નાંખવાની તેમજ જમીન પચાવી પાડવા અંગે પોલીસ કે અન્ય કોઈને જાણકારી કે જાણ કરવામાં આવશે તો તેમણે હેરાનગતિ કરવામાં આવતી હતી.

એવા પણ આરોપ લાગ્યા છે કે, જેન્તી એકલેરા રાજકીય કેનેક્શન ધરાવતા હોય આ તમામ પુરાવા નેશનલ મીડિયાને પહોંચાડવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે જેથી તેમને બરબાદ કરનારા તમામ વિરુદ્ધ તેમના મૃત્યુ પછી તેમને ન્યાય મળી શકે પરંતુ હાલ અશ્વિન ચોવટીયા જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. જયારે નવાઈની વાત તો એ છે કે, અમદાવાદમાં બનેલા આ પ્રકરણમાં અશ્વિન ચોવટિયાની ફરિયાદ ઝીરો નંબરથી સરથાણા પોલીસ સ્ટેશનને મોકલી દેવાઈ છતાં હજુ સુધી સરથાણા પોલીસ કાગળિયાં ન મળ્યા હોવાનું રટણ કરી રહી છે.ત્યારે એટલા ગંભીર પ્રકારના ગુનામાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં પ્રવેશી ચુકી હોવાની ચર્ચા તેજ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

One Reply to ““જેન્તી એકલેરા મોટો ચિટર છે” કોણે લખી સુસાઈડ નોટ? હજુ સુધી પોલીસ શા માટે તપાસ નથી કરી રહી?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *