સુરત(Surat): શહેરમાં પાલિકાની શાળામાં બાળક સાથે કરવામાં આવી રહેલા શોષણ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં તો સુરત મ્યુનિસિપલ કમિશનર(SMC)ના જણાવ્યા અનુસાર, સરકારી શાળામાં થયેલા બાળકના શોષણ બાબતે કમિટી બનાવવામાં આવી છે અને તપાસ કમિટીના રીપોર્ટ બાદ પગલા લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તો શાળાના બાળકોનું શોષણ કરી રહેલા પ્રિન્સીપાલને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે અને બદલી કરી દેવામાં આવી છે. પેન ડ્રાઈવમાં મળી આવેલા વિડીયોને આધારે જ આ શિક્ષક સામે પગલા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ ઘટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં 300માં બની હતી.
જાણો શુ હતી સમગ્ર ઘટના?
AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાએ ગુજરાતની એક સરકારી શાળામાં બાળકો સાથે થઇ રહેલા શારીરિક અડપલાના વિડીયો મીડિયા સમક્ષ ખુલ્લા મુક્યા હતા. એક વિડીયોમાં શાળાની અંદર જ આચાર્યની હાજરીમાં જ બાળકો ન કરવાનું કામ કરી રહ્યા હતા અને આચાર્ય તે જોઇને મજા માણી રહ્યા હતા. બીજા વિડીયોમાં શાળાની ઓફિસમાં જ આચાર્ય અને બીજી એક અન્ય વ્યક્તિના બે શરીરો જાતીય પ્રવૃત્તિઓ કરતાં નજરે પડી રહ્યા છે અને હાથ પરની વીટીઓ આચાર્યની જ હોવાનું દેખાઈ રહ્યું છે.
વિડીઓમાં સાફ-સાફ જોઈ શકાય છે કે આચાર્યની સામે જ આચાર્ય ની ઓફિસ માં એક બાળક ને નિવસ્ત્ર કરીને માર મારવામાં આવી રહ્યો છે અને તેના પર અત્યાચાર કરી તેનું શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિડિઓ માં પોતે આચાર્ય અને સમિતિનો યુનિફોર્મ પણ જોઈ શકાય છે. બીજા વિડિઓ માં પણ બળજબરીપૂર્વક એક વિદ્યાર્થીની નું શોષણ કરવામાં આવી રહ્યું છે. બંને વિડીઓમાં આચાર્ય ની ઓળખાણ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ની હાથ ની વીંટીઓ દ્વારા સાબિત થાય છે.
વિડીયોમાં શાળાની ઓફીસ, આચાર્યની વીટી, આચાર્યનો ચહેરો, સમિતિનો યુનિફોર્મ, વગેરે સ્પષ્ટ દેખાય છે છતાય ભાજપના શાસકોએ આચાર્યને બરતરફ કરીને પોલીસ ફરિયાદ કરવાને બદલે તપાસ સમિતિનું નાટક કર્યું છે જે બતાવે છે કે ભાજપના શાસકો આચાર્ય સાથે મળેલા છે અને આચાર્યને બચાવવા માંગે છે. આ અગાઉ પણ રાકેશ હિરપરા દ્વારા ગુજરાતીની સરકારી શાળાઓની સુરક્ષા બાબતે અનેક વખત રજુઆતો થઇ છે પણ સરકાર આ બાબતને જરાય ગંભીરતાથી લેતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.