Bank of maharashtra robbery case in surat: સુરતના વાંજ ગામમાં બેંકમાં થયેલી ચોરી મામલે સુરત પોલીસને કાલે મોટી સફળતા મળી છે. વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી. બેંકમાં થયેલી આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગયો હતી. ક્રાઇમ બ્રાંચે આ લૂંટ કેસમાં(Bank of maharashtra robbery case in surat) ચાર લૂંટારુઓ ને ઉત્તરપ્રદેશના લખનઉથી પકડી પાડ્યા છે. 13.90 લાખમાંથી એક લાખ રૂપિયા જેટલી જ રોકડ કબજે કરવામાં આવી છે. જ્યારે અન્ય લૂંટારુઓને વોન્ટેડ જાહેર કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.
અગાઉ પણ સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો
ટેક્નિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. લૂંટ બાદ પેહલા પલસાણા સંબંધીને ત્યાં રોકાયા હતા. મુખ્ય આરોપી વિપિન સીંગ ઠાકુર પર 32 જેટલા ગુના નોંધાયેલા હોવાનું જણવા મળ્યું છે. અગાઉ પણ સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અલથાણ તેમજ વીઆઈપી રોડના જવેલર્સમાં પણ લૂંટ કરવાના હતા.
બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી
સુરત શહેરમાં સચિન વિસ્તાર ખાતે આવેલા વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની એક ઘટના બની હતી. લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા. આ બાઈક ચોરીની હતી. લૂંટ કરવાના ઇરાદે આવેલા લૂંટારાઓ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારપછી બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી ત્યાંથી ભાગી ગયા હતા. પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષાથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી ગયો હતી. સચિનના વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા. આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા. ત્યારપછી રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટરુઓ CCTVમાં કેદ થયા હતા. લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા.
આરોપી પર અંદાજે 30થી વધુ ગુનાઓ
સુરત પોલીસે ઉત્તરપ્રદેશના લખનઉથી ચાર આરોપીઓને પકડી પડ્યા હતા. આ પકડાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃતિ પણ ધરાવતા હતા. મુખ્ય આરોપી પર અંદાજે 30થી વધુ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બેંકમાં લૂંટના કેસમાં પોલીસે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. મુખ્ય આરોપી પહેલા સુરતમાં સાડીનો વેપાર કરતો હતો. પાંચમાંથી ચાર લૂંટારુઓેને પકડી લેવામાં આવ્યા છે. સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને 1 લાખ રુપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગ દર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વમાં રાજકીય રીતે ખૂબ જાણીતા એવા રાયબરેલીમાં પીઆઇ જયરાજ સિહ ઝાલા તેમની ટિમ મહેનત આખરે રંગ લાવી હતી.જે દિશા વગરની આ લૂંટ પ્રકરણમાં પોલીસે સૌથી મહત્વનું સર્વલન્સ સાથે CCTV કેમેરા થી લૂંટારો સુધી પહોંચ્યા હતા અને અશક્ય અને શક્ય બનાવ્યું હતું.
જેને લઈને ક્રાઈમ બ્રાન્ચને આજે સુરત શહેર તેમજ રાજ્યભરમાંથી ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલબેન સોલંકી જેવા અધિકારી પોતાના સમય આવા બનતા ગંભીર ગુના ઉકેલવા સાથે શહેરના ગુનાખોરી અટકાવવાનો પણ હોય છે તેમને પોતાનું કૌશલ્ય સાથે તપાસનો અનુભવ આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube