સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે. સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી લીધા હતાં. બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું.
તપાસમાં ભાર્ગવે જીવ જોખમમાં મુક્યાંનું કબુલ્યું
સોશિયલ મીડિયામાં જીવ બચાવનાર યુવકના વાયરલ થઈ રહેલા વીડિયો અને પકડાયેલા ભાર્ગવ અંગે એસીપી સરવૈયાએ જણાવ્યું હતું કે, ભાર્ગવે પોલીસ તપાસમાં કબુલ્યું હતું કે, તેણે જીવને જોખમમાં મુકીને બે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં ભાર્ગવ હીરો
પરાગ કાંકડ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, પોતાનો જીવ જોખમમાં મુકીને તેના વિદ્યાર્થીઓને બચાવ્યા છે, તે બે કસુર છે.ભાર્ગવ બૂટાણી ક્લાસીસનો સંચાલક જેણે પોતાનો જીવ બચાવીને ભાગી જવાને બદલે એમના વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પ્રયત્ન કર્યો..સલામ છે તારી બહાદુરીને..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.