સરથાણામાં બનેલી આગની દુર્ઘટનાને લઈને બી.એ.પી.એસના પ્રમુખ મહંત સ્વામીએ દુઃખ વ્યક્ત કર્યું

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ગોજારી આગમાં વિદ્યાર્થીઓની સાથે ૧૫થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જયારે ૧૮થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમની…

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ગોજારી આગમાં વિદ્યાર્થીઓની સાથે ૧૫થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જયારે ૧૮થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.આગ લાગ્યા બાદ ઘટનાની જાણ વાયુ વેગે ફેલાઈ હતી.

જ્યારે આ આગની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહિતના નેતાઓ અને અગ્રણીઓએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે આ ઘટનાના સમાચાર સારંગપુર તીર્થસ્થાને બિરાજમાન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી મહારાજને મળતા જ તેઓએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. દુર્ઘટનાની જાણ થતા જ સ્વામીશ્રી ગદગદિત થઇ ગયા હતા.

તેઓએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મૃતાત્માના આત્માને ભગવાન શાંતિ આપે અને ઈજાગ્રસ્ત સર્વે જલ્દી સારા થઇ જાય તથા તેમના કુટુંબીજનોને જે પર્વત સમાન દુઃખ આવ્યું છે તે સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય અને ઓછા સમયમાં બધાને શાંતિ થાય. સુરતની જનતા તેઓને સ્નેહ અને આશ્વાસન થયે તે પ્રાથના છે.જે સાથે બી.એ.પી.એસના સંતો તથા ભક્તો એ પણ સર્વે માટે પ્રાર્થના કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *