‘તું ઉમેશ સાથે કેમ ફરે છે?’ કહી યુવકને છાતી-ગુદ્દાના ભાગે મારી છરીઓ- જાણો સુરતની ચકચારી ઘટના વિષે

સુરત(ગુજરાત): મંગળવારના રોજ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ મળવા માટે ડિંડોલી ભેસ્તાન પાણીની ટાંકી પાસે બોલાવ્યો હતો. ત્યાત્બાદ તું ઉમેશ સાથે કેમ ફરે…

સુરત(ગુજરાત): મંગળવારના રોજ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ મળવા માટે ડિંડોલી ભેસ્તાન પાણીની ટાંકી પાસે બોલાવ્યો હતો. ત્યાત્બાદ તું ઉમેશ સાથે કેમ ફરે છે તેણે આઠ દિવસ પહેલા મારા મિત્રને ચપ્પુ માર્યું હતું તેમ કહી ઝઘડો શરુ કર્યો હતો. એટલું જ નહીં, ચાર ઇસમોએ ભેગા મળી યુવકને ઢોર માર મારી ચપ્પુના ઘા માર્યા હતા. તે દરમિયાન યુવકને બચાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્રને પણ લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો. જેથી છેવટે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડિંડોલી પોલીસે ઘટના અંગે ચારેય આરોપીઓ વિરુધ હત્યાની કોશિશનો ગુનોં નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલ કૈલાશ માનસરોવર એપાર્ટમેન્ટમાં રહેતો 21 વર્ષનો પ્રવીણ ઉર્ફે સચીન મામા આનંદા મહાજન અભ્યાસ કરે છે. ગતરોજ તેના મિત્ર વિક્કી રાજપુતએ તેને મળવા માટે રાત્રે 8.30 વાગે ડિંડોલી ભેસ્તાન પાણીની ટાંકી પાસે મળવા બોલાવ્યો હતો. તે દરમિયાન ત્યાં વિક્કી સાથે રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો અને ભોલા નામના વ્યક્તિઓ પણ હતા. આ સમયે વિક્કીએ વીણને જણાવ્યું હતું કે, તું ઉમેશ સાથે કેમ ફરે છે..? તેણે આઠેક દિવસ પહેલા મારા મિત્ર પ્રકાશ ઉર્ફે પકાને ચપ્પુ મારેલું હતું?’

તેમ જણાવીને વિક્કી રજપુત અને તેની સાથેના રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો અને ભોલાએ મળી પ્રવીણને ગાળો આપી ઢીક્ક-મુક્કીનો માર મારવાનું શરુ કર્યો હતો. આ સમયે વિક્કી રાજપુતે તેની પાસેના ચપ્પુ વડે પ્રવીણને છાતીના જમણા ભાગે ઉપરછાપરી ઘા મારી દીધા હતા.

મળતી માહિતી અનુસાર, પ્રવીણને ભોલાએ જમણા હાથના બાવડા ઉપર લાકડાનો ફટકો મારી લોહીલુહાણ કરી દીધો હતો. તે દરમિયાન પ્રવીણનો મિત્ર મિલાન વચ્ચે પડતા ભોલાએ મિલનને પણ લાકડાના ફટકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. પ્રવીણે ડિંડોલી પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 આરોપીઓ વિરુધ હત્યાનો ગુનો નોધીને વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *