વિશ્વના સૌથી ખતરનાક સ્થળે ફરવા માંગતો હતો વિદ્યાર્થી, અને પહોચી ગયો અફઘાનિસ્તાન, પછી થયું એવું કે…

તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા કાર્યના થોડા સમય પહેલાની છે. જ્યાં અફઘાનિસ્તાનના પ્રવાસે ગયેલ એક બ્રિટિશ વિદ્યાર્થી ફસાઈ ગયો હતો જેને હવે દેશમાંથી બહાર કાઢી લેવામાં…

તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા કાર્યના થોડા સમય પહેલાની છે. જ્યાં અફઘાનિસ્તાનના પ્રવાસે ગયેલ એક બ્રિટિશ વિદ્યાર્થી ફસાઈ ગયો હતો જેને હવે દેશમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય માઇલ્સ રૂટલેજે જણાવ્યું કે, તે “વિશ્વના સૌથી ખતરનાક સ્થળો” વિશે જાણવા માંગે છે. જેમ કે, દેશમાં તાલિબાનની બળવાખોરીએ તેને મંગળવારે તેને દેશ માંથી ભાગવા તેમજ છુપવા જેવી ફરજ પડી હતી.

બર્મિંધમનો માઇલ્સ રૂટલેજ શુક્રવારે અફઘાનિસ્તાન પહોંચ્યો, જ્યારે તાલિબાને કંધાર અને લશ્કર ગાહ પર કબજો કરી લીધો હતો અને કાબુલ તરફ જઇ રહ્યા હતા. 21વર્ષીય માઇલ્સ, જેના પ્રવાસ માટે સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ કરી હતી, માઇલ્સ અફઘાનિસ્તાનમાં તે સમયના નિયમિત સમાચાર ફેસબુક, ટ્વિચ પર પોસ્ટ કરી રહ્યો હતી.

મંગળવારે, તેણે દુબઇમાં તેના પરત ફર્યાના ફોટા શેર કર્યા, જેમાં તેણે કહ્યું કે, તે બ્રિટીશ આર્મીનું પ્લેન હતું. અને લખ્યું, “હેપ્પી એન્ડિંગ: દુબઈમાં ઉતર્યા, બ્રિટીશ આર્મીના બહાદુર લોકોનો આભાર. બધા સુરક્ષિત છે!”

ત્યારબાદ, તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાફ કરીને તમામ પોસ્ટ કાઢી નાખી છે. સ્ક્રીનશોટ કે જે હજુ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે તે દર્શાવે છે કે, માઈલ્સ રૂટલેજે ફોટા શેર કર્યા હતા, તેના ઠેકાણા પર નિયમિત અપડેટ્સ, જેમાં તે હથિયારો સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો, અને અફઘાનિસ્તાનમાં તેણે મુલાકાત લીધેલા સ્થળોના ફોટા, તેના પરત આવવાનો વીડિયો પણ ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવ્યો છે અને ફરીથી ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે. જેને કહ્યું કે, તે”થાકી ગયો હતો પરંતુ રાહત અનુભવી રહ્યો હતો”

રૂટલેજે અગાઉ દાવો કર્યો હતો કે, તે અફઘાનિસ્તાનમાં ફસાયેલો છે અને UNના એક સલામત ઘરમાં છુપાયો હતો. તેમના દાવાને UNના પ્રવક્તા દ્વારા ચકાસી શકાયો નથી. લોફબોરો યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીએ એમ પણ કહ્યું હતું કે, દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થતાં કાબુલ એરપોર્ટ સુધી પહોચવા માટે ગુરખો પહેરવાની ફરજ પડી હતી.

રવિવારે સાંજે તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી. તાલિબાને શાંતિ, સમૃદ્ધિનું વચન આપ્યું હતું અને રાજધાની કાબુલ પર કબજો કર્યા પછી તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મહિલાઓના કામ પર પ્રતિબંધ મુક્યો. તેમજ અગાઉના નિયમોથી પાછળ ફરતા જોવા મળ્યા હતા, પરંતુ લોકો હજુ પણ તાલીબાનથી સાવધાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *