કોરોનાને લીધે જયારે સુરતમાં કોઈ પણ કાર્યક્રમ નહી યોજવા પર પ્રતિબંધ છે ત્યારે હાલ જન્મદિવસની ઊજવણી કરી સાથે સાથે કોરોના ગાઈડ લાઇનના પણ ધજાગરા ઉડાડતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ જન્મદિવસની ઉજાણીમાં બાળકો સાથે રાખીને બાળકોનાં જીવ પણ મૂશ્કેલીમાં મૂક્યા હોવાનો મામલે સામે આવ્યો છે.
આ રાજકીય આગેવાનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે સાથે કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કોઈ પણ કાર્યકમ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ દરમિયાન સુરતમાં રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળે છે. ત્યારે ભાજપના શહેર સંગઠન મંત્રી પ્રદીપ સિંહ રાજપૂતના ભત્રીજો જે રાજકીય પાર્ટીમાં આગેવાન છે તેનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી ભેસ્તાન ખાતે પોતાના ઘર નજીક મિત્રો સાથે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેર નામાનો ભંગ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોરોના કાળમાં અનેક લોકોને એકત્ર કરી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને જન્મ દિવસની ઉજાણી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, અનેક વખત રાજકીય આગેવાનોએ ભૂલ કર્યા બાદ કોઈ પણ પ્રકારે તેમના પર પગલા ન લેવાતા હોવાથી આવા લોકો સતત નિયમો તોડી રહ્યા છે.
બીજી લહેર ઘાતક છે અને બાળકો માટે ખુબ જ જોખમી છે. ત્યારે આ રાજકીય આગેવાન દ્વારા પોતાના જન્મદિવસને લઈને ગાઈડ લાઇન અને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકોને આ ઉજવણીમાં સાથે રાખીને આ નેતાએ તેમના જીવ પણ જોખમ મૂક્યાં છે. ત્યારે આવા આગેવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવા માટે દોડધામ શરુ થઈ છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.