સુરત ભાજપ જીલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલમાં મોજ મસ્તી કરતા ફોટો વાઈરલ- સાથે દેખાયા મહિલા નેતા

સુરત(Surat): સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરો(Viral photos) એક ચર્ચાનો વિષય બની છે. આ તસવીરો અત્યંત શોકિંગ કહી શકાય. વાત કરવામાં આવે તો ભાજપ(BJP) જિલ્લા પ્રમુખના…

સુરત(Surat): સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરો(Viral photos) એક ચર્ચાનો વિષય બની છે. આ તસવીરો અત્યંત શોકિંગ કહી શકાય. વાત કરવામાં આવે તો ભાજપ(BJP) જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા જોવા મળી રહ્યા છે.

ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થતા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળતા હવે આ તસ્વીરો પણ એક ચર્ચાનો વિષય બની છે.

જણાવી દઈએ કે, ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને સંદીપ દેસાઈની પુલમાં ન્હાતી તસવીરો વાયરલ થઈ છે. બંને નેતાના સ્વીમિંગ પુલમાં સાથે ન્હાતાં ફોટા વાયરલ થતા જ ભાજપમાં ખળભળાટ મચી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે.

તો બીજી બાજુ, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરાઈ હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આ તસવીરો સુરત APMCના પૂર્વ ચેરમેન રમણ જાની દ્વારા વાયરલ કરાયાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જો વાત કરવામાં આવે તો હાલમાં જ રમણ જાનીએ વિવાદ થતાં રાજીનામું આપ્યું હતું. વાત કરવામાં આવે તો સંદીપ દેસાઈ હાલમાં APMC માં વાઈસ ચેરમેન છે.

ત્યારે ભાજપના નેતા અને મહિલા નેતાની આ પ્રકારની તસ્વીરો વાયરલ થતા ભાજપમાં ભૂંકપ જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. ત્યારે આ તસ્વીરને લઈને આગામી સમયમાં શું થાય છે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *