સુરતના ભાજપી ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: જાણો સુરતની સ્થિતિ

સુરત શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સુરત પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,825 થયો છે. ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ કોરોના થયો છે. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 794 પર પહોંચ્યો છે. જેમાં શહેરના 604 અને ડિસ્ટ્રીક્ટના 190 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ 16,391 લોકો કોરોનામુક્ત થયા છે. જેમાંથી 3400 લોકો જિલ્લાના છે. હાલ શહેર અને જિલ્લામાં 2640 એક્ટિવ કેસ છે.

ધારાસભ્યને કોરોના થયો
મજૂરા વિધાનસભા બેઠકના ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થયો છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે. કોરોના સંક્રમણ વખતે લોકોની સેવામાં સક્રિય રહેલા ધારાસભ્યએ ટ્વિટ દ્વારા માહિતી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન થવા અને ટેસ્ટ કરાવી લેવા જણાવ્યું છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 10 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 113 દર્દીઓ પૈકી 70 દર્દીઓની હાલત ગંભીર છે. 5 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 51 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 64 પૈકી 53 ગંભીર છે. 5 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 30 ઓક્સિજન પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *