SURAT BOARD RESULT: બોર્ડ/ગુજકેટ માં પણ પી.પી.સવાણી સ્કૂલનો દબદબો- સંતાનો માટે સફળતાની ચાવી બની PP સવાણી સંસ્થા

GHSEB result, SURAT BOARD RESULT, 12 science result: માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GHSEB RESULT ધોરણ 12 સાયન્સના પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલ(P.P. Savani School)ના ૯ વિધાર્થીઓએ..A1. ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.

આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં JEE/NEET પરીક્ષા આપવાની હોય તે પરીક્ષાઓ માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.

ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

આજ રોજ જાહેર થયેલ ધો.૧૨ સાયન્સ ના પરિણામમાં પી.પી.સવાણી સ્કુલનો વિદ્યાર્થી ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ સમગ્ર ગુજરાતમાં ગુજકેટ પરીક્ષામાં ૧૨૦/૧૨૦ સ્કોર પ્રાપ્ત કરી પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે તથા બોર્ડ પરિણામમાં ૫૦૦ માંથી ૪૬૯ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.

આ ઉપરાંત ખોખરીયા યુગ રમેશભાઈએ પણ ૫૦૦ માંથી ૪૭૫ માર્ક્સ મેળવી બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.આ ઉપરાંત ગુજકેટમાં પણ ૧૨૦ માંથી ૧૧૭.૫૦ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. સાથે સાથે ભંડેરી હેમિલ હિતેશભાઈએ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

યુગ રમેશભાઈ ખોખરીયા(Yug Rameshbhai Khokharia)

પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી યુગ રમેશભાઈ ખોખરીયા બોર્ડ પરિણામમાં ૫૦૦ માંથી ૪૭૫ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ ૧૧૭.૫૦/૧૨૦ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું.

આમ શાળાના સહકાર અને યુગની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, યુગ એમના પરિવાર સાથે હીરાબાગ સર્કલ પાસે સંતલાલ સોસાયટીમાં રહે છે. યુગ રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામના વતની છે. યુગના  પિતા એમ્બ્રોડરી જોબવર્ક તરીકે કામ કરે છે, જયારે માતા ગૃહિણી છે. યુગને AIIMS Delhi માંથી MBBS કરવાનું સપનું છે.

પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ(Pansuriya Dhruv Rasikbhai)

પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ ગુજકેટમાં ૧૨૦/૧૨૦ માર્ક્સ મેળવ્યાં હતા.  આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ ૧૨૦/૧૨૦ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. આમ શાળાના સહકાર અને ધુવની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાલ, ધ્રુવ એમના પરિવાર સાથે અમરોલીમાં છાપરા-ભાઠા રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. ધ્રુવ જામનગર જીલ્લાના મકરાણી ગામના વતની છે. ધ્રુવના પિતા વિમા એજન્ટ તરીકે કામ કરે છે, જયારે માતા ગૃહિણી છે. ધ્રુવનું  સપનું ઇલેક્ટ્રોનીક્સ બ્રાંચમાં IIT માંથી અભ્યાસ કરવાનું છે.

હળવદ સૌથી હોંશિયાર, દાહોદ સૌથી પાછળ:

ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *