સુરતમાં બેફામ બન્યા બુટલેગર: દિનદહાડે અહિયાં એવી ઘટના સર્જાઈ કે, વિડીયો જોઇને…

સુરત શહેરમાં દીવસેને દિવસે બુટલેગરની દાદાગીરી વધતી જાય છે. એવામાં હજુ એક બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયો છે. CCTVમાં જોઈ શકાય છે કે, બુટલેગર હૉટલમાં જમવા માટે બેઠેલા વિદ્યાર્થીને મારી રહ્યો છે. આમાં તે તેની કમરમાંથી છરી કાઢીને વિદ્યાર્થીને બતાવતો જોવા મળ્યો છે. વીડિયોમાં એ જોઈ શકાય છે કે, 2 શખ્સો વિદ્યાર્થીને ધોલ મારે છે. અને એ પણ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીની સાથે બેઠેલા બીજા 2 લોકોને પણ બૂટલેગર તમાચા મારે છે.

આ કેસમાં પોલીસ દ્વારા પીડિત વિદ્યાર્થીની ફરિયાદ ન નોંધી હોવા અંગેનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં પાછો એક વાર બુટલેગરની દાદાગીરી બહાર આવી છે. સાજન નામનાં બુટલેગર દ્વારા દારૂનાં અડ્ડાનો વીડિયો ઉતારવામાં આવ્યો હોવા અંગેનો વહેમ રાખીને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને એક હોટલમાં માર માર્યો હતો. આમાં બુટલેગર દ્વારા છરી પણ બતાવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીને ધમકાવવામાં આવ્યો હતો.

મળેલ માહિતી મુજબ સાજન નામનાં બુટલેગર વિરુદ્ધ ઘણા ગુના નોંધવામાં આવ્યા છે. બુટલેગર 4 વાર પાસામાં પણ જઈ આવ્યો છે. આ ઘટના 27મી જાન્યુઆરીનાં રોજ રાત્રે 10.22 વાગ્યાનો હોવા અંગેનું CCTV પરથી લાગે છે. એમાં જોઈ શકાય છે કે, એક શખ્સ ટોપી પહેરીને આવે છે તેમજ હોટલમાં જમવા માટે બેઠેલા વિદ્યાર્થીની સાથે હાથ મિલાવે છે. આમાં બીજો એક શખ્સ આવે છે તેમજ વિદ્યાર્થીને એક તમાચો મારે છે.

વિદ્યાર્થીનાં ટેબલ પર બેઠેલા બીજા 2 યુવકોને પણ બૂટલેગર એક એક તમાચો મારે છે. આમાં ટોપી પહેરેલો શખ્સ પણ વિદ્યાર્થીને તમાચો મારે છે. બીજી બાજુ બીજા વ્યક્તિ સતત વિદ્યાર્થીને ધોલ મારે છે. આમાં બૂટલેગર વિદ્યાર્થીને છરી પણ બતાવે છે. છેવટે તે વિદ્યાર્થીને તેની સાથે આવવા જણાવે છે. જે પછી બધા લોકો બહાર નીકળી જાય છે. સુરત શહેરમાં પોલીસની છત્રછાયામાં બુટલેગરો બેકાબૂ બની ગયા છે. બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપાર તો કરે જ છે પણ જીવલેણ હુમલા પર કરે છે.

અત્યારે બુટલેગરનાં હુમલાનાં વીડિયો વહેતો થતા ઘણા સવાલો ઊભા થયા છે. મળેલ માહિતી મુજબ સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળનાં ભાગમાં સાજન નામનો બુટલેગર દારૂનો મોટી માત્રામાં વેપાર કરે છે. છેલ્લા એક સપ્તાહમાં આ બુટલેગરનાં દારૂનાં અડ્ડા ઉપર દારૂનું વેચાણ થતું હોવા અંગેનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વિદ્યાર્થી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવા અંગેનો વહેમ રાખી તેને માર માર્યો હતો. બીજી બાજુ પોલીસ વિદ્યાર્થીની ફરિયાદ ન લેતા પણ ઘણા સવાલ ઊભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *