સુરતમાં બુલેટ ટ્રેન બાદ હજીરા ગોથાણ રેલ્વે યોજનાને મંજુરી અપાવતા રેલ મંત્રી દર્શના જરદોશ

Surat Hajira Gothan Railway Line project approved in Guidance of Darshana Jardosh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં રેલવેની કાયાપલટ થઈ રહી છે અને માલધારીઓનો સંચાલન પાંચ લાખ બેંકને સ્પર્શી ગયું છે તે દરમિયાન નર પરિવહન ક્ષેત્રે વધુ એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના સુચના અને માર્ગદર્શનથી રેલ્વે મંત્રાલયે સુરત જિલ્લામાં ગોથાણ હજીરા નવી 50 કિ.મી બોન્ડગેજ લાઈન પરિયોજના ને વિશેષ રેલ્વે પરિયોજના તરીકે મંજૂરી આપી છે.

સુરતને પોતાના જ સાંસદ Darshana Jardosh રેલમંત્રી હોવાનો ફાયદો

કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અંગત રસ લઈ રહ્યા હોવાથી ખાસ કરીને પશ્ચિમ રેલવેમાં રેલવેના આધુનિકરણની અનેક પરિયોજનાઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં બુલેટ ટ્રેન ઉપરાંત સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે આ શ્રેણીમાં હવે વધુ એક પરિયોજના ગોઠણ હજીરા બ્રોડગેજ લાઈનનો ઉમેરો થયો છે. ઘણા વર્ષો થી લટકી પડેલી આ પરિયોજના ને હવે વિશેષ દરજ્જો મળવાને કારણે તે પાટે ચડી છે.

મહત્વકાંક્ષી ડેડીકેટેડ ફેટ કોરિડોરના ભાગરૂપે વિકસાવવામાં આવનાર આ પરિયોજના ને રેલવે મંત્રાલય વિશેષ દરજ્જો આપ્યા નો અર્થ એ છે કે તે હવે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે જાહેર હિતની પરિયોજના ગણાશે અને જમીન સંદર્ભ કાર્યવાહી સરળ થશે. જોકે જમીન સંપાદન લઈને અગાઉ આ પરિયોજના સમયે વિરોધ થયો હતો પણ દર્શનાબેન જરદોશી સૌને રજૂઆતો સાંભળી હતી અને રાજ્ય સરકાર સાથે પણ મસાલા તો કરી હતી અને આ રેલ્વે લાઈન મોટાભાગે સરકારી જમીન પર જ નાખવામાં આવે જેથી ઉદ્યોગોની સાથે ખેતીનો સંતુલન જળવાઈ એ સુનિશ્ચિત કર્યું હતું. હજીરા ના મહાકાય ઉદ્યોગો અત્યારે માલ પરિવહન માટે નેશનલ હાઈવે 48 નો ઉપયોગ કરે છે. આ રેલ્વે લાઈન શરૂ થઈ હતી રોડ પરનું ભરણ નોંધપાત્ર રીતે ઘટી જશે.

રેલ્વે મંત્રાલયના જાહેરનામા અંગે પ્રતિક્રિયા આપતા દર્શનાબેન જરદોશે એ કહ્યું કે, રેલવે મંત્રાલય ₹20,000 કરોડના ખર્ચે 21 પોર્ટ રેલ કનેક્ટિવિટી પરિયોજનાઓ હાથ ધરી છે. ગોઠણ હજીરા રેલવે લાઇન થી ડેડીકેટેડ ફેટ કોરિડોરની ખૂટતી કડી પૂરી થશે. હજીરા પોર્ટને રેલવે કનેક્ટિવિટી તો મળશે સાથે લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો થશે તેમજ રોડ પરનું ભરણ પણ ઘટશે.

રાજ્ય સરકારની જમીનનો ઉપયોગ

બંદરો સમૃદ્ધિના પ્રવેશદ્વાર ગણાય છે અને પોર્ટ સાથે રેલ કનેક્ટિવિટી થવાથી આ વિસ્તારમાં રોજગારીની અનેક નવી તકો પણ ઊભી થશે. આ રેલ્વે લાઈન મોટા ભાગે રાજ્ય સરકારની માલિકીની જમીનનો ઉપયોગ થવાનો હોય, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો ખાસ આભાર માનતા દર્શનાબેન જરદોશી કહ્યું કે, ડબલ એન્જિન સરકારને લીધે વિકાસની ગતિ કેવી ઝડપી બની તેનું આ એક વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *