હાલ દરેક માતાપિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં બન્યું એમ કે, એક 3 વર્ષનું બાળક રમતા રમતા કારમાં લોક થઇ ગયું હતું. નાના બાળકોને થોડા સમય માટે પણ છુટ્ટા મૂકવાનુ શું પરિણામ આવી શકે તેનું તાજું અને ચેતવણીરૂપ ઉદાહરણ સુરત શહેરના ઉઘના વિસ્તારમાંથી સામે આવ્યું છે.
અહીંયા એક માતાપિતાનું 3 વર્ષનું ટેણિયું રમતા રમતા વેગેનાર કારમાં દરવાજો ખોલીને બેસી ગયું હતું. આ દરમિયન બાળકે દરવાજો બંધ કરી દીધો અને તે અંદરથી લૉક થઈ ગયું હતું. આ જાણ થતાની સાથે જ માતાપિતાનો જીવ અધ્ધર થઇ ગયો હતો. સમગ્ર ઘટનામાં ઉધના પોલીસના પીઆઈ પટેલે કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યું હતું. જોકે, આ ઘટના CCTV વીડિયોમાં કેદ થઈ જતા માતાપિતા માટે ખૂબ મોટો સબક મળ્યો હતો.
માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : 3 વર્ષનું બાળક સુરતના ઉઘના વિસ્તારમાં કારમાં લૉક થઈ ગયું, પીઆઈએ કાચ તોડી સલામત રીતે બહાર કાઢ્યું pic.twitter.com/xODFbLNbvN
— News18Gujarati (@News18Guj) January 23, 2021
ઘટનાની વિગતો એવી છે કે, ઉઘના વિસ્તારમાં સાઇ સમર્પણ સોસાયટી આવેલી છે. અહીં એક વેગેનાર કાર પાર્ક કરેલી હતી. આ દરમિયાન ઉધના વિસ્તારના પીઆઈ એમવી પટેલ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમનું ધ્યાન આ કાર પર ગયું હતું. પીઆઈ નીકળ્યા ત્યારે બાળકના પિતા તેેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ સમયે પીઆઈએ બોલેરો રોકી અને ત્યાં પહોચ્યા. તેમને જાણ થતાની સાથે જ ભીડ કાબૂમાં કરી અને બાળક ડરી ન જાય અથવા તેને નુકશાની ન થાય તેવી રીતે વેગનઆરનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યું હતું.
આમ એક પોલીસ ઇન્સ્પેક્ટરની સમસ સુચકતાએ મોટી અનહોની થતા બચાવી હતી. જોકે, સમગ્ર ઘટના બાદ નજીકના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. આ સીસીટીવીમાં બાળક કારમાં કેવી રીતે બંધ થઈ ગયું તે જાણવા મળ્યું હતું. જો માતાપિતા ધ્યાન નહિ રાખે તો આવા કિસ્સામાં આજીવન પછતાવાનો અને રોવાનો વારો આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle